કોથમીર વડી(kothmirvadi recipe in gujarati)

Ila Naik
Ila Naik @cook_20451370

#વેસ્ટ મહારાષ્ટ્ર ની ફેમસ કોથમીર વડી ખુબ જ સરસ ,સ્વાદિષ્ટ અને ટેસ્ટી લાગે છે. આ વડી ઉપર થી કિસ્પી અને અંદર થી સોફ્ટ લાગે છે ખુબ જ સરસ બની છે. આ વડી ને લીલી ચટણી અને સોસ સાથે સવ કરવું.

કોથમીર વડી(kothmirvadi recipe in gujarati)

#વેસ્ટ મહારાષ્ટ્ર ની ફેમસ કોથમીર વડી ખુબ જ સરસ ,સ્વાદિષ્ટ અને ટેસ્ટી લાગે છે. આ વડી ઉપર થી કિસ્પી અને અંદર થી સોફ્ટ લાગે છે ખુબ જ સરસ બની છે. આ વડી ને લીલી ચટણી અને સોસ સાથે સવ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 75 ગ્રામકોથમીર સમારેલી
  2. 2 નંગલીલા મરચાં સમારેલા
  3. 1 ટુકડોઆદુ
  4. 3કળી લસણ અથવા ઝીણું સમારેલુ લીલું લસણ
  5. 1 કપચણા નો લોટ
  6. 1 ટેબલ સ્પૂનરવો
  7. 1/2 ટી.સ્પૂનઅજમો
  8. 1/4 ટી.સ્પૂનહીંગ
  9. 1/4ટી. ચમચી હળદર
  10. 1/4 ટી.સ્પૂનગરમ મસાલો
  11. 1/4ટી. ચમચી લાલ મરચું
  12. 1/8 ટી.સ્પૂનખાવા નો સોડા
  13. 1/2 ટી.સ્પૂનલીંબુ નો રસ
  14. 1/4 કપપાણી
  15. મીઠું સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં કોથમીર, ચણા નો લોટ અને રવો ઉમેરી તેમાં અજમો હાથ થી મસળી ઉમેરવું.હીગ હળદર, ગરમ મસાલો, લાલ મરચું, મીઠું ઉમેરવું.

  2. 2

    ત્યારબાદ તેમાં ખાવા નો સોડા, લીંબુ નો રસ અને આદુ,લસણ,મરચાં ની પેસ્ટ ઉમેરી બધું મિક્સ કરવું. પછી તેમાં પાણી ઉમેરી ફરી મિક્સ કરવું.

  3. 3

    ત્યારબાદ ઈદળા ના કુકર માં પાણી ગરમ કરવા મુકવું.હવે એક પ્લેટ માં તેલ લગાવી તેમાં તૈયાર કરેલા લોટ ને લંબગોળ આકાર આપી કુકર માં ઢાંકણ ઢાંકી પંદર મિનિટ માટે કુક કરવા માટે મુકવું.

  4. 4

    ત્યારબાદ ઠંડુ થવા દેવું ઠંડુ થઇ જાય એટલે તેને કાપી લેવું. પછી પેનમાં તેલ મુકી તેલ ગરમ થાય એટલે તેમાં કોથમીર વડીને તળી લેવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ila Naik
Ila Naik @cook_20451370
પર

Similar Recipes