કોથમીર વડી (Kothmir Vadi Recipe In Gujarati)

Bhavna Parikh Cook Pad ID@Bhavana_57
Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 @cook_20910505

#TT2 કોથમીર વડી મહારાષ્ટ્રની ફેમસ વાનગી છે આ વાનગી એકદમ પૌષ્ટિક હેલ્ધી અને ઓઈલ ફ્રી કહી શકાય આ વાનગી વરાળથી બાફવા થી હોવાથી પચવામાં હેલ્ધી છે મરી મસાલા તલ લીલા આદુ મરચા અને કોથમીરથી તેના રૂપ અદ્ભુત લાગે છે

કોથમીર વડી (Kothmir Vadi Recipe In Gujarati)

#TT2 કોથમીર વડી મહારાષ્ટ્રની ફેમસ વાનગી છે આ વાનગી એકદમ પૌષ્ટિક હેલ્ધી અને ઓઈલ ફ્રી કહી શકાય આ વાનગી વરાળથી બાફવા થી હોવાથી પચવામાં હેલ્ધી છે મરી મસાલા તલ લીલા આદુ મરચા અને કોથમીરથી તેના રૂપ અદ્ભુત લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
4 માણસો
  1. 2 (2 નંગ)ઝૂડી કોથમીર
  2. 1 ચમચીતલ
  3. 4 ચમચીલીલા મરચાં વાટેલા
  4. 1 ચમચીવાટેલું આદુ
  5. 3 ચમચીલીંબુનો રસ
  6. 4 ચમચીલાલ કાશ્મીરી મરચું
  7. 1 ચમચીગરમ મસાલો
  8. 1 ચમચીકિચન કિંગ મસાલો
  9. 4 ચમચીતેલ
  10. 3 ચમચીમીઠું
  11. 1 ચમચીચાટ મસાલો
  12. 1 (1 નંગ)ઈનો
  13. 2 કપચણાનો લોટ
  14. 1/4 કપચોખાનો લોટ
  15. ચપટીહળદર
  16. શેલો ફ્રાય કરવા માટે ચાર-પાંચ ચમચી તેલ

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌપ્રથમ કોથમીર ને બરાબર પાણીથી ધોઈ નિતારી દો એક મોટા બાઉલમાં લઈ તેમાં લાલ મરચું લીલુ મરચું ગરમ મસાલો મીઠું ચાટ મસાલો કિચન કિંગ મસાલો તલ લીંબુનો રસ ચપટી હળદર નાખી બરાબર હલાવો

  2. 2

    હવે તેમાં 2 કપ ચણાનો લોટ અને પા કપ ચોખાનો લોટ ચાર ચમચી તેલ નાખી લોટને બરાબર હાથેથી મસળો જરૂર લાગે તો થોડું થોડું પાણી નાખી તેનું મિશ્રણ તૈયાર કરો હવે તેમાં ઈનો એક પા પેકેટ નાખી હૂંફાળા ગરમ પાણી નાખી તેને ચમચીથી એક જ દિશામાં હલાવવું બેટર એકદમ હલકું થઇ જશે તેલ વાળી થાળી કરી તેમાં બેટર રેડી બે-ત્રણ વાર ટેપ કરી તપેલામાં મુકજો ફાસ્ટ ગેસ ઉપર પંદરથી વીસ મિનિટ સુધી ઢાંકીને બફાવા દો

  3. 3

    દસ મિનિટ ઠંડુ પડવા દીધા પછી ચપ્પુથી તેના પર કાપા પાડી શેલો ફ્રાય કરવા માટે મૂકી દો ચારે બાજુથી સેલો ફ્રાય કરી શકે કરીને ખાઇ શકાય છે તેને ડીપ ફ્રાય પણ કરી શકાય છે અને કાચા પણ ખાઈ શકાય છે તેના પર તલ જીરું રાઈ નો વઘાર એડીને પણ ખાઈ શકાય છે આપણે જે રીતે તેનું પ્રમાણ હોય એ રીતે તેનો ઉપયોગ કરીને ખાઈ શકીએ છીએ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhavna Parikh Cook Pad ID@Bhavana_57
પર

Similar Recipes