ઇંદોરી પૌંઆ (Indori Paua Recipe In Gujarati)

Bijal Preyas Desai
Bijal Preyas Desai @Bijal2112
palsana surat

#વેસ્ટ
આ પૌંઆ મધ્ય પ્રદેશ માં ખુબ જ ફેમસ છે.ખાસ કરી ને ઇંદોર,ઉજજૈન માં ખુબ જોવા મળે. ત્યાં ની ફેમસ ડીશ છે.

ઇંદોરી પૌંઆ (Indori Paua Recipe In Gujarati)

#વેસ્ટ
આ પૌંઆ મધ્ય પ્રદેશ માં ખુબ જ ફેમસ છે.ખાસ કરી ને ઇંદોર,ઉજજૈન માં ખુબ જોવા મળે. ત્યાં ની ફેમસ ડીશ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામપૌંઆ
  2. 1 ચમચીહળદર
  3. 1 ચમચીમીઠું
  4. 2 થી 3 ચમચીખાંડ
  5. વધાર માટે
  6. ૧ ચમચીરાઇ
  7. 8 થી 9 પાનમીઠો લીમડો
  8. ૧ ચમચીકાપેલું મરચું
  9. ૧ ચમચીવરીયાળી
  10. ૧ કપસમારેલી ડુંગળી
  11. ૧/૨ કપસીંગદાણા
  12. ૧/૨ ચમચીલીંબુ નો રસ
  13. મસાલો બનાવવા માટે
  14. ૧ ચમચીકાલા નમક
  15. ૧ ચમચીશેકેલું જીરું
  16. ૧/૨ ચમચીચાટ મસાલો
  17. ૧/૨ ચમચીલાલ મરચું
  18. અન્ય સામગ્રી
  19. ૧ નંગઝીણું સમારેલું ટામેટું
  20. ૧ નંગઝીણું સમારેલો કાંદો
  21. ૧/૨ કપસેવ
  22. ૧/૨ કપદાડમ દાણા
  23. 3 ચમચીકોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક બાઉલ માં પૌંઆ લો બરાબર ધોઇ લો. હવે નિતારી લો.હવે તેમાં હળદર,મીઠું, ખાંડ નાંખી ૧૦ મિનિટ સ્ટીમ કરી લો.

  2. 2

    હવે એક પેન માં તેલ લો. ગરમ થાય એટલે તેમાં રાઇ,મીઠા લીમડાના પાન, મરચાં, ડુંગળી નાંખી સાંતળી લો.

  3. 3

    હવે થોડુ તેલ લઇ સીંગદાણા શેકી લો.તેમજ લાલ મરચું,જીરું પાઉડર,સંચળ,ચાટ મસાલો નાંખી મસાલો બનાવી લો.

  4. 4

    હવે વરીયાળી,હળદર, સ્ટીમ કરેલા પૌંઆ ઉમેરી લો.

  5. 5

    હવે બરાબર મિક્ષ કરી લીબું નો રસ નાંખી ૨-૩ મિનિટ થવા દો. હવે એક પ્લેટ માં લઇ તેના પર કાંદો,ટામેટું,સીંગદાણા,બનાવેલ મસાલો નાંખો.

  6. 6

    હવે તેના પર સેવ,દાડમ માં દાણા,કોથમીર નાંખી સવઁ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bijal Preyas Desai
પર
palsana surat

Similar Recipes