રશિયા ઢોકળા (Rasiya Dhokala Recipe In Gujarati)

Hemali Devang
Hemali Devang @hemalidewang

#વેસ્ટ
#પોસ્ટ૧૭
ભારત ની વિસરાતી જતી વાનગી માં ની એક એટલે રશિયા ઢોકળા . આજ ની ન્યૂ જનરેશન ને તો પિઝા, પાસ્તા,બર્ગર એવું જ બધું ભાવે છે.તો તેમને માટે એક નવી વાનગી.અને આ રશિયા ઢોકળા તો મે વધેલા ભાત માંથી બનાવેલ છે.

રશિયા ઢોકળા (Rasiya Dhokala Recipe In Gujarati)

#વેસ્ટ
#પોસ્ટ૧૭
ભારત ની વિસરાતી જતી વાનગી માં ની એક એટલે રશિયા ઢોકળા . આજ ની ન્યૂ જનરેશન ને તો પિઝા, પાસ્તા,બર્ગર એવું જ બધું ભાવે છે.તો તેમને માટે એક નવી વાનગી.અને આ રશિયા ઢોકળા તો મે વધેલા ભાત માંથી બનાવેલ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપવધેલો ભાત
  2. ૧ કપચણા નો લોટ
  3. ૧/૪ કપઘઉં નો લોટ
  4. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  5. ૧ ચમચીધણાજીરૂ
  6. ૧/૪ ચમચીહળદર
  7. ૧/૪ ચમચીગરમ મસાલો
  8. સ્વાદાનુસારમીઠું
  9. ૧ કપદહીં
  10. વઘાર માટે
  11. ૨ ચમચીતેલ
  12. ૧/૪ ચમચીહિંગ
  13. ૨ ગ્લાસછાશ
  14. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  15. ૧ ચમચીધણાજીરૂ
  16. ૧/૪ ચમચીહળદર
  17. ૧/૨ ચમચીગરમ મસાલો
  18. ૧ ચમચીખાંડ
  19. ૧/૨ ચમચીલીંબુ નો રસ
  20. સ્વાદાનુસારમીઠું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ વધેલા ભાત લઇ તેમાં ચણા નો લોટ, ઘઉં નો લોટ લઇ તેમાં લાલ મરચું પાઉડર, ધાણાજીરું,હળદર,ગરમ મસાલો,મીઠું,દહીં નાખી મિક્સ કરો.

  2. 2

    પછી એક પેન માં તેલ મૂકી હિંગ નાખી છાશ વઘારવી અને તેમાં લાલ મરચું પાઉડર,ધાણાજીરું,હળદર,મીઠું,લીંબુ નો રસ,ખાંડ,ગરમ મસાલો નાખી મિક્સ કરવું.

  3. 3

    પછી તેમાં ભાત નું ખીરું બનાવેલું છે એ ડપકા છાશ માં પાડવા અને ઉકળવા દેવા.પછી જે લોયા માં ખીરું બનાવ્યું હતું તેમાં થોડું પાણી નાખી હલાવવું અને એ છાશ માં નાખવું(આવું કરવા થી રસો ઘટ્ટ થશે)તો તૈયાર છે રશિયા ઢોકળા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hemali Devang
Hemali Devang @hemalidewang
પર

ટિપ્પણીઓ

Similar Recipes