રસિયા ઢોકળા (Rasiya Dhokla recipe in Gujarati)

Megha Madhvani
Megha Madhvani @Meghu911
શેર કરો

ઘટકો

૪૫ મિનીટ
૪/૫ લોકો
  1. ૨ વાટકા બેસન
  2. ૩ ચમચી ઘઉં નો લોટ
  3. ૧ નાની વાટકીભાત
  4. ૩ ચમચીઆદુ મરચા ની પેસ્ટ
  5. ૧ ચમચીલસણ ની ચટણી
  6. ૧ વાટકીખાટી છાશ
  7. લીંબુ નો રસ
  8. ૧/૨ ચમચીખાવાનો સોડા
  9. નમક સ્વાદ મુજબ
  10. ૧/૨ ચમચીહળદર
  11. ૧ ચમચીલાલ મરચુ પાઉડર
  12. ૨ ચમચીતેલ
  13. ૧,૧ ચમચી રાઈ, જીરુ
  14. સુકા લાલ મરચા
  15. ૨ ચમચીધાણાજીરુ

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનીટ
  1. 1

    બેસન,ઘઉં નો લોટ, ભાત ને મિક્સ કરો. પછી તેમાં આદુ, મરચા ની પેસ્ટ, નમક, લાલ મરચુ, ધાણાજીરુ, હળદર નાંખી મિક્સ કરી લેવું. તેમાં સોડા નાંખી માથે લીંબુ નો રસ નાખો. જરુર મુજબ પાણી નાંખી લોટ બાંધી દેવો.

  2. 2

    લોટ ને ૧૦ મિનીટ રેવા દેવો. પછી તેની નાની નાની ઢોકળી વાળી લો. એક કુકર મા તેલ ગરમ કરો. તેમાં રાઈ, જીરુ, સુકા લાલ મરચા નો વઘાર કરો. લસણ ની ચટણી નાખો. થોડું તતડે એટલે છાશ નાખો. જરુર મુજબ પાણી નાંખી બધા મસાલા નાખો. પાણી ઉકળે પછી તેમાં ઢોકળી નાખો. કુકર બંધ કરી ૩ /૪ સીટી લેવી.

  3. 3

    તો તૈયાર છે ગરમા ગરમ રસિયા ઢોકળા. જે સ્વાદ મા ખાંટા ને તીખા હોય છે. એકવાર જરુર બનાવજો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Megha Madhvani
Megha Madhvani @Meghu911
પર

ટિપ્પણીઓ

Similar Recipes