પાત્રા (Patra recipe in gujarati)

Palak Sheth
Palak Sheth @palaksfoodtech
Ahmedabad

અળવીના પાન અને ચણાના લોટમાંથી બનતી એક પરંપરાગત ગુજરાતી ફરસાણની વાનગી છે....ખાટામીઠા ગુજરાતી સ્વાદ વાળું સૌકોઇને ભાવતું એકદમ સ્વાદિષ્ટ ફરસાણ કે નાસ્તો....

ખૂબ જ ઓછા તેલ સાથે બાફીને બને છે અને સોડા પણ નથી વપરાતો તો સ્વાસ્થ્ય ની દ્રષ્ટિએ પચવામાં હળવું અને પૌષ્ટિક છે....

#વેસ્ટ

પાત્રા (Patra recipe in gujarati)

અળવીના પાન અને ચણાના લોટમાંથી બનતી એક પરંપરાગત ગુજરાતી ફરસાણની વાનગી છે....ખાટામીઠા ગુજરાતી સ્વાદ વાળું સૌકોઇને ભાવતું એકદમ સ્વાદિષ્ટ ફરસાણ કે નાસ્તો....

ખૂબ જ ઓછા તેલ સાથે બાફીને બને છે અને સોડા પણ નથી વપરાતો તો સ્વાસ્થ્ય ની દ્રષ્ટિએ પચવામાં હળવું અને પૌષ્ટિક છે....

#વેસ્ટ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
૪ વ્યક્તિ
  1. ૨૫૦ ગ્રામ અળવીના પાન
  2. ૨ કપચણાનો લોટ
  3. ૨ ટેબલ સ્પૂનઆદું-લસણ-મરચાની પેસ્ટ
  4. ૧ ટેબલ સ્પૂનઅજમો
  5. ૧ ટેબલ સ્પૂનલાલ મરચું પાઉડર
  6. ૧ ટી સ્પૂનહળદર
  7. ૧ ટેબલ સ્પૂનધાણા જીરુ પાઉડર
  8. ૧ ટેબલ સ્પૂનમીઠું
  9. ૩ ટેબલ સ્પૂનખાંડ
  10. ૨ ટેબલ સ્પૂનસમારેલી કોથમીર
  11. ૨ ટેબલ સ્પૂનતેલ
  12. ૧ ટીસ્પૂનરાઇ
  13. 1 ટેબલ સ્પૂનતલ
  14. ચપટીહીંગ
  15. ૧ ચમચીલીંબુનો રસ

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    અળવીના પાન ને ધોઇને કોરા કરી લો. એક બાઉલમાં ચણાનો લોટ લઇ તેમાં આદું-લસણ-મરચાં ની પેસ્ટ, અજમો, મીઠું, ખાંડ, લાલ મરચું પાઉડર, ધાણા જીરુ પાઉડર, હળદર, સમારેલી કોથમીર નાખી મિક્સ કરી લો. તેમાં થોડું થોડું પાણી ઉમેરી ઘટ્ટ ખીરું તૈયાર કરો.

  2. 2

    હવે એક પાન લઇ તેના પર બધી બાજુ ખીરું ચોપડો. તેના પર બીજું પાન મૂકી ફરી બધી બાજુ ખીરું ચોપડો. આ રીતે ૩-૪ પાનનો થર બનાવો. પછી તેને સાચવીને રોલ કરી લો. બધા પાનમાંથી આ રીતે રોલ્સ બનાવો. તેને સ્ટીમરમાં ગોઠવી દો. અને ફાસ્ટ તાપે ૩૦ મિનિટ માટે બફાવા દો.

  3. 3

    બફાઈને ઠંડા પડે એટલે નાના ટુકડામાં કાપી લો. હવે એક કઢાઇમાં વઘારનુ તેલ મૂકી રાઇ, હીંગ, તલનો વઘાર કરો. તેમાં બનેલા પાત્રા નાખી ૫ મિનિટ માટે હલાવીને શેકી લો. ગરમ જ પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Palak Sheth
Palak Sheth @palaksfoodtech
પર
Ahmedabad
મારા ઘરનું રસોડું એ મારો સૌથી પસંદગીનો ખૂણો છે. કુકીંગ કરતા જાણે સરસ એવા કોઇ પ્રવાસ પર નીકળ્યા હોઇએ તેવું અનુભવાય. જ્યારે કોઈ વાનગી પહેલી વાર બનવાની હોય ત્યારે બનાવતા પૂરા ખોવાઇ જવું, અને બન્યા પછી વિચાર્યું હોય તેવું કે તેનાથી પણ સારું રિઝલ્ટ મળે ત્યારે થતા આનંદની મજા જ અલગ છે. જો વિચાર્યું તેવું ના મળે તો બને તેટલા જલ્દીથી ફેરફાર ફરી બનાવવાની ઉત્સુકતા પણ તેટલી જ હોય...
વધુ વાંચો

Similar Recipes