પાત્રા (Patra Recipe In Gujarati)

Pinal Patel
Pinal Patel @pinal_patel

#RB1
ગુજરાતી નુ માનીતું ફરસાણ પાત્રામારાઘરમાં બધાં નેં ખુબ જ ભાવે છે, અવાર નવાર બનેછે

પાત્રા (Patra Recipe In Gujarati)

#RB1
ગુજરાતી નુ માનીતું ફરસાણ પાત્રામારાઘરમાં બધાં નેં ખુબ જ ભાવે છે, અવાર નવાર બનેછે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મિનિટ
  1. ૨૫૦ ગ્રામ અળવી નાં પાન
  2. ૨૨૫ ગ્રામ ચણાનો ઝીણો લોટ
  3. ૧ ટીસ્પૂનહળદર
  4. ૧/૨ ટીસ્પૂનહિંગ
  5. ૧ ટીસ્પૂનલાલ મરચું પાઉડર
  6. ૧ ટીસ્પૂનધાણાજીરું
  7. ૧ ટીસ્પૂનગરમ મસાલો
  8. ૧ ટીસ્પૂનઆદું મરચાં ની પેસ્ટ
  9. ૧ ટીસ્પૂનતેલ
  10. ૧/૩ કપખાંડ
  11. ૧ ટીસ્પૂનઝીણા સમારેલા લીલાં ધાણા
  12. ૧/૨ કપદહીં+૧/૨ કપ છાશ
  13. મીઠું સ્વાદાનુસાર
  14. વઘાર માટે
  15. ૨ ટીસ્પૂનતેલ
  16. ૧ ટીસ્પૂનતલ+૧ ટીસ્પૂન ખસખસ
  17. ૨ નંગસુકા મરચા
  18. ડાળખી મીઠો લીમડો

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    સૌથી પહેલાં અળવી પાન ની નસો કાઢી ધોઇ ને કોરાં કરી લો, ચણા ના લોટ માં મીઠું, મરચું, હળદર, ગરમ મસાલો,ધાણાજીરું, ખાંડ, આદુ મરચા ની પેસ્ટ, દહીં, છાશ આ બધાં મસાલા મિક્સ કરી જાડું ખીરું તૈયાર કરો, તેમાં ૧ ટીસ્પૂન તેલ નાખી બરાબર હલાવો, પાંદડા ઉપર નસો દેખાય તે બાજુ ખીરું ચોપડવું, પછી બીજું પાન મુકવુ એમ ૩થી૪ પાન ગોઠવી ખીરું લગાવી,ફીટ વીંટો વાળી લો,

  2. 2

    ઢોકળી યા માં પાણી ગરમ કરો, ચારણી જેવી થાળી માં વાંટા ગોઠવો, અંદાજે ૩૦ મિનિટ પછી વાટા બફાઈ જશે, થોડા ઠંડા પડે એટલે છુટાં પાડી તેલ ચોપડવાથી લીલાં કલર ના રહે શે, તેને મોટા મોટા સમારી લો, વઘાર માટે તેલ ગરમ કરો તેમાં રાઈ, મીઠો લીમડો હિંગ, સુકા મરચા, તલનાખી વઘાર કરી લો ઉપરથી ખસખસ લીલા ધાણા ભભરાવી ચા કે કોથમીરની ચટણી સાથે સર્વ કરો ખૂબ સ્વાદિષ્ટ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Pinal Patel
Pinal Patel @pinal_patel
પર

ટિપ્પણીઓ (6)

Similar Recipes