ઢોંસા પ્લેટર (dosa platter recipe in gujarati)

Palak Sheth
Palak Sheth @palaksfoodtech
Ahmedabad

જેમાં છે....

નીલગીરી ફુદીના મસાલા ઢોંસા,
મૈસુર મસાલા ઢોંસા,
જીની ઢોંસા,
પેપર પ્લેઇન ઢોંસા...

કારા ચટણી,
ક્લાસિક નારિયેળ ચટણી,
મીઠી લીલા ટોપરાની ચટણી,
નીલગીરી ફુદીનાની ચટણી,
પોડી મસાલો,

આલુ મસાલા સબ્જી
અને
સંભાર

મેં બધું ગોઠવ્યું ત્યારે સંભાર મૂકતા ભૂલી ગઇ છું....પણ બનાવ્યો છે સાથે😂😂

#સાઉથ
#પોસ્ટ1

ઢોંસા પ્લેટર (dosa platter recipe in gujarati)

જેમાં છે....

નીલગીરી ફુદીના મસાલા ઢોંસા,
મૈસુર મસાલા ઢોંસા,
જીની ઢોંસા,
પેપર પ્લેઇન ઢોંસા...

કારા ચટણી,
ક્લાસિક નારિયેળ ચટણી,
મીઠી લીલા ટોપરાની ચટણી,
નીલગીરી ફુદીનાની ચટણી,
પોડી મસાલો,

આલુ મસાલા સબ્જી
અને
સંભાર

મેં બધું ગોઠવ્યું ત્યારે સંભાર મૂકતા ભૂલી ગઇ છું....પણ બનાવ્યો છે સાથે😂😂

#સાઉથ
#પોસ્ટ1

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨ કલાક
3 વ્યક્તિ
  1. (ઢોંસા ના ખીરા માટે)
  2. ૨ કપચોખા
  3. ૧/૨ કપઅડદની દાળ
  4. ૧ ટીસ્પૂનમેથીના દાણા
  5. ૨ ચમચીદહીં
  6. (આલૂ મસાલા સબ્જી માટે)
  7. બટાકા
  8. મોટી ડુંગળી
  9. ૨ ચમચીછીણેલું ગાજર (બીજું ગમે તે શાક)
  10. લીલા મરચાં
  11. થોડામીઠા લીમડાનાં પાન
  12. ૨ ચમચીસમારેલી કોથમીર
  13. ૧ ટેબલ સ્પૂનસંભાર મસાલો
  14. ૧/૨ ટીસ્પૂનહળદર
  15. ૧ ટીસ્પૂનલાલ મરચું પાઉડર
  16. મીઠું સ્વાદ પ્રમાણે
  17. ૧ ટેબલ સ્પૂનતેલ
  18. ૧ ટીસ્પૂનરાઇ
  19. ચપટીહીંગ
  20. (સંભાર માટે)
  21. ૩/૪ કપ તુવેરની દાળ
  22. મોટી ડુંગળી
  23. મોટું ટામેટું
  24. લીલું મરચું
  25. થોડામીઠા લીમડાનાં પાન
  26. ૧/૪ કપઝીણા સમારેલા દૂધી અને રીંગણ
  27. ટુકડા૫-૬ આમલીના
  28. સરગવાની શીંગ ના ટુકડા
  29. ૧ ચમચીછીણેલું બીટ
  30. ૨ ટેબલ સ્પૂનસંભાર મસાલો
  31. ૧/૨ ટીસ્પૂનહળદર
  32. ૧ ટેબલ સ્પૂનલાલ મરચું પાઉડર
  33. ૧ ટેબલ સ્પૂનધાણા જીરુ પાઉડર
  34. મીઠું સ્વાદ પ્રમાણે
  35. ૧ ચમચીગોળ
  36. ૨ ટેબલ સ્પૂનતેલ
  37. ૧ ટીસ્પૂનરાઇ
  38. ચપટીહીંગ
  39. ૨ ચમચીસમારેલી કોથમીર

રાંધવાની સૂચનાઓ

૨ કલાક
  1. 1

    ઢોંસાનું ખીરું બનાવવા માટે, ચોખા,અડદની દાળ, અને મેથીને બરાબર ધોઇ ૪ કલાક માટે પલાળી લો. પછી તેને દહીં નાખી ને એકદમ બારીક વાટી લો. તેને હૂંફાળી જગ્યાએ આથો લાવવા ૬-૮ કલાક માટે ઢાંકીને મૂકી દો. એ પછી આપણું ઢોંસાનું ખીરું તૈયાર છે.

  2. 2

    આલૂ મસાલા સબ્જી માટે, બટાકા ને વરાળથી બાફી છાલ નીકાળી ચોરસ ટુકડા માં સમારી લો. ડુંગળી ને લાંબી પાતળી સમારી લો.એક કઢાઇમાં તેલ ગરમ કરી રાઇ, હીંગ, મીઠા લીમડાનાં પાન, લીલા મરચાં નો વઘાર કરો. તેમાં ડુંગળી નાખી થોડી વાર સાંતળો. છીણેલું ગાજર નાખી હલાવી મિક્સ કરી લો. પછી તેમાં બધા સૂકા મસાલા લાલ મરચું પાઉડર, સંભાર મસાલો, હળદર, મીઠું ઉમેરી મિક્સ કરી લો. ઉપરથી કોથમીર નાખી મિક્સ કરી લો.મસાલો તૈયાર છે.

  3. 3

    સંભાર માટે, તુવેર ની દાળને બરાબર ધોઇ મીઠું,સરગવાની શીંગ નાખી બાફી લો. બફાઇ જાય એટલે શીંગ કાઢી તેને રવાઇ ફેરવી વાટી લો. ડુંગળી,ટામેટા ને ઝીણા સમારી લો. આમલીને ૧/૪ કપ પાણી લઇ ગરમ કરી પલાળી લો.

  4. 4

    એક કઢાઇમાં તેલ ગરમ મૂકી રાઇ હીંગ નો વઘાર કરો.તેમાં લીલું મરચું અને મીઠા લીમડાનાં પાન નાખી વઘારો. પછી તેમાં સમારેલું શાક ડુંગળી, ટામેટા,છીણેલું બીટ, દૂધી, રીંગણ,સરગવાની શીંગ નાખી હલાવી સંતળાવા દો. ચઢી જાય એટલે લાલ મરચું, સંભાર મસાલો, હળદર, મીઠું,ગોળ,ધાણા જીરુ પાઉડર ઉમેરી મિક્સ કરી લો. તેલ છૂટું પડે પછી બાફેલી દાળ ઉમેરી હલાવી મિક્સ કરી લો. પલાળેલી આમલીને મસળી, ગાળીને પલ્પ કે આમલીનું પાણી દાળમાં ઉમેરો. થોડીવાર ઊકળવા દો. ઉપરથી કોથમીર નાખી મિક્સ કરી લો. સંભાર તૈયાર છે.

  5. 5

    બધી ચટણીની રેસીપી પ્રોફાઈલ માં અલગથી પોસ્ટ કરી છે.

  6. 6

    ઢોંસા ના ખીરામાં મીઠું નાખી હલાવી મિક્સ કરી લો. ઢોંસા નો તવો ગેસ પર ગરમ મૂકો. તેમાં એક ચમચો ખીરું વચ્ચે રેડી ધીમે-ધીમે ગોળ ગોળ ફેરવી ફેલાવો. ઉપર નીલગીરી ફુદીનાની ચટણી બધી બાજુ પાથરી વચ્ચે આલૂ મસાલો મૂકી ૩ બાજુથી વાળી લો.નીલગીરી મસાલા ઢોંસા તૈયાર છે. એ જ રીતે કારા ચટણી લગાવી મૈસુર મસાલા ઢોંસા તૈયાર કરો. ચટણી ને મસાલા વગર કડક પ્લેઇન ઢોંસા ઉતારી લો.

  7. 7

    જીની ઢોંસા માટે, ૩ ચમચી આલૂ મસાલો લઇ તેમાં ૧ ટેબલ ચમચી ચીલી સોસ અને ૨ ટેબલ ચમચી ટોમેટો કેચઅપ મિક્સ કરી લો. હવે તવા પર ખીરું પાથરી ઢોંસો બનાવી ઉપર આ સ્પ્રેડ લગાવો. ૧ ચીઝ કયુબ છીણીને બધી બાજુ પાથરી દો. હવે પીઝા કટરથી ઢોંસા ના લાંબા ૪-૫ ટુકડા કરી રોલ કરી લો. ગરમ રોલ પર થોડું ચીઝ મૂકો. જીની ઢોંસા તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Palak Sheth
Palak Sheth @palaksfoodtech
પર
Ahmedabad
મારા ઘરનું રસોડું એ મારો સૌથી પસંદગીનો ખૂણો છે. કુકીંગ કરતા જાણે સરસ એવા કોઇ પ્રવાસ પર નીકળ્યા હોઇએ તેવું અનુભવાય. જ્યારે કોઈ વાનગી પહેલી વાર બનવાની હોય ત્યારે બનાવતા પૂરા ખોવાઇ જવું, અને બન્યા પછી વિચાર્યું હોય તેવું કે તેનાથી પણ સારું રિઝલ્ટ મળે ત્યારે થતા આનંદની મજા જ અલગ છે. જો વિચાર્યું તેવું ના મળે તો બને તેટલા જલ્દીથી ફેરફાર ફરી બનાવવાની ઉત્સુકતા પણ તેટલી જ હોય...
વધુ વાંચો

Similar Recipes