ઝિબ્રા કેક (Zebra Cake Recipe In Gujarati)

Vrutika Shah
Vrutika Shah @vrutikashah
Jamnagar
શેર કરો

ઘટકો

૩૫ - ૪૦ મિનિટ
૬ - ૭ લોકો
  1. ૧ કપતેલ
  2. ૧ કપબૂરું ખાંડ
  3. ૨ કપમેંદો
  4. ૨ ચમચીબેકિંગ પાઉડર
  5. ૧ ચમચીબેકિંગ સોડા
  6. ૧ કપદુધ
  7. વેનીલા બેટર માટે :
  8. ૧/૮ ચમચી વેનીલા એસેન્સ
  9. ચોકલેટ બેટર માટે :
  10. ૨ ચમચીકૉકો પાઉડર
  11. ૨ ચમચીદુધ

રાંધવાની સૂચનાઓ

૩૫ - ૪૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક બાઉલ માં તેલ અને બૂરું ખાંડ લઈ બરાબર મિક્સ કરો. પછી તેમાં મેંદો, બેકિંગ પાઉડર, બેકિંગ સોડા નાખી બરાબર મિક્સ કરો. પછી તેમાં દુધ નાખી બેટર તૈયાર કરો.

  2. 2

    હવે તે બેટર ને બે ભાગ માં કરો. એક ભાગ માં વેનીલા ઍસેન્સ નાખો અને બીજા ભાગ માં કોકો પાઉડર ને દુધ નાખો. હવે બંને બેટર ને બરાબર મિક્સ કરો.

  3. 3

    હવે એક ગોળ આકાર નું કેક ટીન લો તેને તેલ થી ગ્રીસ કરો ને ઉપર થોડું મેંદો નાખી ગ્રીસ કરો. હવે તે ટીન માં ૨ ચમચી વેનીલા નું બેટર નાખી ટીન ને ટેબ કરો પછી તેના પર ૨ ચમચી ચોકલેટ નું બેટર નાખો ને ટીન ને ટેબ કરો એવી જ રીતે પાછું કરો ૨ ચમચી વેનીલા નું બેટર નાખી ટીન ને ટેબ કરો પછી તેના પર ૨ ચમચી ચોકલેટ નું બેટર નાખો ને ટીન ને ટેબ કરો.

  4. 4

    બંને બેટર પૂરા થઈ ત્યાં સુધી એવી જ રીતે કરતા જવું. પછી ટુથપિક ની મદદ થી ફ્લાવર ની ડીઝાઈન બનાવો.

  5. 5

    હવે ગેસ પર એક કડાઈ મૂકી તેમાં મીઠું નાખી એક સ્ટેન્ડ મૂકવું અને ઢાંકણ ઢાંકી ૧૦ મિનિટ પ્રિહિટ કરવું. પછી કેક ટીન કડાઈ માં મૂકવું અને ધીમા તાપે ૩૫ - ૪૦ મિનિટ બેક કરવી.

  6. 6

    બેક થઈ ગયા પછી ઠંડી થઈ એટલે ટીન માંથી કાઢી સર્વ કરવી.

  7. 7

    તો તૈયાર છે ઝિબ્રા કેક.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vrutika Shah
Vrutika Shah @vrutikashah
પર
Jamnagar

ટિપ્પણીઓ

Similar Recipes