રગડો પેટીસ(ragdo patties recipe in gujarati)

Jigisha Modi
Jigisha Modi @Jigisha_16
શેર કરો

ઘટકો

  1. રગડો માટે: 1 વાટકી સફેદ વટાણા
  2. 1નાનો કાંદો
  3. 1/2નાનું ટામેટુ
  4. 1કળી લસણ
  5. સ્વાદ અનુસારમીઠુ
  6. 1 ટી સ્પૂનહળદર
  7. 1.5 ટી સ્પૂનધાણાજીરું
  8. 1 ટી સ્પૂનમરચું
  9. 1.5 ટી સ્પૂનગરમ મસાલો
  10. ચપટીહીંગ
  11. પેટીસ માટે : 3 મીડીયમ બટેટા
  12. સ્વાદ અનુસારમીઠુ
  13. 1 ટી સ્પૂનબૂરું ખાંડ
  14. 1.5 ટી સ્પૂનલીંબુ નો રસ
  15. 1.5 ટી સ્પૂનગરમ મસાલો
  16. 1લીલું મરચું સમારેલું
  17. 1 ટેબલ સ્પૂનકોથમીર
  18. તેલ રગડો માટે અને પેટીસ શેકવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સફેદ વટાણા ને 7 -8 કલાક ગરમ પાણી મા પલાળવા.

  2. 2

    કુકર મા 7 -8 સિટી મા ચડી જાય છે. કઢાઈ મા તેલ મુકી કાંદા,લસણ,ટામેટાં નાખી સાંતળી લેવા.

  3. 3

    2 -4 મિનટ માટે સાંતળી ને તેમાં બધાં મસાલા ઉમેરી દેવા.પછી તેમાં વટાણા પણ ઉમેરી ને હલાવી દેવું.જો પાણી વધું લાગતું હોય તૌ થોડો ચણા નો લોટ પાણી મા ઓગાળી ને મિક્સ કરી દેવો.

  4. 4

    5 મિનીટ મા રગડો તૈયાર થઈ જશે.ગેસ બંધ કરી ઉપરથી કોથમીર નાખી દેવી.

  5. 5

    મીઠુ નાખી ને બટેટા બાફી લેવા.તેમાં મીઠુ,લીંબુ,બૂરું ખાંડ, ગરમ મસાલો,લીલું મરચું,કોથમીર ઉમેરી પેટીસ વાળી લેવી.તેલ મા શેકી લેવી.

  6. 6

    Serve કરતી વખતે ઉપર થી મીઠી ચટણી,કોથમીર મરચા ની લિલી ચટણી અને કાંદાથી ગાર્નિશ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jigisha Modi
Jigisha Modi @Jigisha_16
પર

ટિપ્પણીઓ

Similar Recipes