વેજ ગ્રીલ ચીઝ સેન્ડવીચ(veg grilled cheese sandwich recipe in gujarati)

Jignasha Upadhyay
Jignasha Upadhyay @cook_22679195
Vadodara

#ઓગસ્ટ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મીનીટ
3 લોકો
  1. સેન્ડવીચ ચટણી માટે
  2. 200 ગ્રામલીલા ધાણા
  3. 7-8લીલા મરચાં તીખાં લેવા
  4. 1ઈંચ આદુ નો ટુકડો
  5. 4-5કડી લસણની
  6. 1 ચમચીદાળીયા
  7. 1 ચમચીશીંગદાણા શેકેલા
  8. 1 ચમચીદહીં
  9. મીઠું સ્વાદ અનુસાર
  10. 1 નાની ચમચીલીંબુનો રસ
  11. સેન્ડવીચ માટે
  12. 2 નંગટામેટા
  13. 3 નંગબાફેલા બટાકા
  14. 3 નંગબીટ બાફેલા
  15. 2 નંગકાકડી
  16. 2 નંગડુંગળી
  17. 1 વાટકીબાફેલા મકાઈના દાણા optional
  18. ચાટ મસાલો જરૂર મુજબ
  19. ચીઝ
  20. બ્રેડ નુ પેકેટ
  21. બટર જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

45 મીનીટ
  1. 1

    સૌ પ્રથમ લીલા ધાણા ને ધોઈ સમારી લો. ત્યાર બાદ મીકસર જાર માં લીલા ધાણા, લીલા મરચાં, આદુ, લસણ, મીઠું, દહીં, દાળીયા, શીંગદાણા ઉમેરી ચટણી બનાવી લો.

  2. 2

    ત્યાર બાદ એક ડીશ માં બાફેલા બટાકા, બાફેલા બીટ, ટામેટા, કાકડી, ડુંગળી ગોળ આકાર માં કાપી લો.

  3. 3

    હવે બ્રેડ ની સાઈડ પરથી સ્લાઈસ કાપી લો. ત્યાર બાદ 3 બ્રેડ લઈ 2 પર બટર અને ચટણી લગાડી દો. હવે એક બટર વાળી બ્રેડ પર બીટ, બટાકા, ટામેટા, કાકડી ગોઠવી દો. તેની ઊપર ચાટ મસાલો ભભરાવીને તેની ઊપર ચીઝ શીટ મૂકી દો.

  4. 4

    બીજી બ્રેડ લઈ તેની ઊપર ઊપર જણાવેલ શાકભાજી મૂકી દો. અને ચાટ મસાલો ભભરાવીને તેની ઊપર ચીઝ છીણી લો.

  5. 5

    હવે બટર અને ચટણી વાળી બ્રેડ મૂકો. જેથી 3 લેયર ની સેન્ડવીચ બનસે.

  6. 6

    હવે ગ્રીલ મેકર માં બટર લગાવી સેન્ડવીચ ને ગ્રીલ કરવા મૂકો. પાંચ થી સાત મીનીટ મા સેન્ડવીચ બની જશે.

  7. 7

    હવે વચ્ચે થી કાપી સેન્ડવીચ ને ટોમેટો કેચઅપ અને પોટેટો ચિપ્સ સાથે સવઁ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jignasha Upadhyay
Jignasha Upadhyay @cook_22679195
પર
Vadodara
cooking is an art
વધુ વાંચો

Similar Recipes