મગ દાળ મિક્સ વેજીટેબલ હાંડવો (handvo recipe in gujarati)

Upasana Mer
Upasana Mer @cook_24799107

#ઓગસ્ટ#માય_ફર્સ્ટ_રેસિપી
વેરી ટેસ્ટી એન્ડ હેલ્ધી રેસીપી

મગ દાળ મિક્સ વેજીટેબલ હાંડવો (handvo recipe in gujarati)

#ઓગસ્ટ#માય_ફર્સ્ટ_રેસિપી
વેરી ટેસ્ટી એન્ડ હેલ્ધી રેસીપી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મીનિટસ
4 લોકો
  1. મગ દાળ થ્રી કપ (બાઉલ)
  2. 6 કપવોટર
  3. આદુ મરચાં પેસ્ટ (1 ટેબલસ્પૂન)
  4. હળદર (1 ટેબલસ્પૂન)
  5. સોલ્ટ (1.5 ટેબલસ્પૂન)
  6. વેજીટેબલ્સ
  7. બોઇલ્ડ કોર્ન (1 બાઉલ)
  8. કેપ્સીકમ & સ્પાઇસી (મિક્સ) મરચા (1 બાઉલ)
  9. કોથમીર (1 બાઉલ)
  10. ટમેટાં (1 બાઉલ)
  11. ગ્રેટેડ કેબીજ (1 બાઉલ)
  12. ગ્રેટેડ દુધી (1 બાઉલ)
  13. સોલ્ટ (જરૂર મુજબ)
  14. ચીલી ફ્લેક્સ (1 ટીસ્પૂન)
  15. વઘાર માટે
  16. તેલ (2 ટેબલ ચમચી)
  17. રાઈ (1 ચમચી)
  18. હિંગ (1/4 ટી ચમચી)
  19. તલ (1/4 ટી ચમચી)
  20. લીમડા ના પાન (5-6 પતા)

રાંધવાની સૂચનાઓ

30 મીનિટસ
  1. 1

    3 કપ મગ દાળ એક બાઉલ માં 2-3 વખત ધોઈ પછી 6 કપ પાણી નાખી દોઢ થી બે કલાક પલાડવી. પછી તેને મિક્સર માં થોડું પાણી નાખી પીસી નાખવી. બેટર થોડું ઘહટ રાખવું.

  2. 2

    હવે તૈયાર કરેલ બેટર માં સોલ્ટ, આદુ મરચાં ની પેસ્ટ અને હળદર ઉમેરવી. ત્યાર બાદ બધા વેજિટેબલ્સ તૈયાર કરવા. બધા વેજીટેબલ્સ એક બાઉલ માં મિક્સ કરી દેવા અને તેમાં થોડું મીઠું અને 1 ટીસ્પૂન ચીલી ફલેક્સ ઉમેરી હલાવી દેવું.

  3. 3

    હવે એક બાઉલ માં થોડું બેટર અને મિક્સ કરેલ વેજિટેબલ્સ જરૂર મુજબ ઉમેરવા. અને તેમાં 1/4 ટીસ્પૂન ફ્રુઈટ સોલ્ટ અને થોડું લીંબુ નો રસ ઉમેરવો અને બેટર થોડું હલાવવું.

  4. 4

    પછી તવા પેન ગરમ થાય એટલે થોડું તેલ નાખવું પછી તેમાં થોડી રાઈ, હિંગ, લીમડા ના પાન અને તલ નાખી વઘાર કરવો અને પછી તેના ઉપર મિક્સ કરેલું બેટર પાથરવું અને ઉપર થોડો લાલ મરચાં નો પાઉડર સ્પ્રિંકલ કરવો. પછી પેન ઢાંકી દેવું અને 10 મિનીટ્સ રાખવું. પછી બેટર ને બીજી બાજુ ફેરવવું. અને તેમાં ચપુ ની મદદ થી વચ્ચે + સાઇન નો કાપો પાડવો અને બટર પાથરવું. પછી પેન ઢાંકી દેવું.

  5. 5

    હવે ૫ મિનિટ્સ પછી પાછું બેટર ફેરવવું અને 1 મિનીટ્સ માટે રાખવું અને પછી સર્વિંગ પ્લેટ માં લઇ લેવું. અને પિઝા કટર ની મદદ થી પીસ કરવા. તો તૈયાર છે આપણો મગ દાળ મિક્સ વેજિટેબલ્સ હાંડવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Upasana Mer
Upasana Mer @cook_24799107
પર

Similar Recipes