કાશ્મીરી દમ આલુ(Kashmiri dum aloo in Gujarati)

Prasadam Hub
Prasadam Hub @PrasadamCookingHub

કાશ્મીરી દમ આલુ(Kashmiri dum aloo in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30-35 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 250 ગ્રામબેબી પોટેટો (નાના બટેકા)
  2. 2 ચમચીસરસિયું તેમજ થોડું સરસિયું બટેકા તળવા માટે
  3. 1/2 કપદહીં
  4. 1/2 ચમચીહળદર
  5. 1/2 ચમચીલાલ મરચું
  6. 1/2 ચમચીકાશ્મીરી લાલ મરચું
  7. 1/2 ચમચીવરિયાળી પાઉડર
  8. 1/2 ચમચીસુંઠ
  9. ચપટીઈલાયચી પાઉડર
  10. 3 નંગલવિંગ
  11. 1 નંગએલચો
  12. 1/2 ચમચીશાહીજીરા
  13. સ્વાદાનુસારમીઠું
  14. જરૂર મુજબ પાણી

રાંધવાની સૂચનાઓ

30-35 મિનિટ
  1. 1

    નાની બટેકી ને ધોઈ છાલ ઉતારી લો અને તેમાં કાંટા કે જાડી સોય વડે કાણાં પાડો.

  2. 2

    પછી તેને સરસિયા ના તેલ માં 70 ટકા જેટલું કુક થાય એ પ્રમાણે મધ્યમ ગેસ પર તળી લો.(બટેકી છેક અંદર સુધી કુક થવી જોઈએ).

  3. 3

    જ્યાં સુધી બટેકા તળાય છે ત્યાં સુધી ગ્રેવી ની તૈયારી કરી લઈએ,તેના માટે 1/2વાટકી દહીં લો તેમાં 1.5 ચમચી વરીયાળી નો ભૂકો,ચપટી ઈલાયચી પાઉડર,1/2ચમચી સૂંઠ નો પાઉડર,દોઢ ચમચી કાશ્મીરી મરચું અને મીઠું ઉમેરી મિક્સ કરી લો અને સાઈડ પર મૂકી દો.

  4. 4

    બટેકી તળાઈ જાય એટલે તેને પણ સાઈડ પર મૂકી દો.અને બીજી એક કડાઈ માં 2 ચમચી સરસિયું ગરમ કરી તેમાં 1/2ચમચી શાહજીરું તતડાવી લો પછી 1/4 ચમચી હળદર અને 1/2ચમચી તીખું લાલ મરચું ઉમેરી તરત જ પા કપ પાણી નાખી દો જેથી મરચું બળી ના જાય. અને એક ઉભરો આવવા દો.

  5. 5

    હવે ગેસ ધીમો કરી મસાલા વાળું દહીં ઉમેરી તરત જ હલાવી દો,જેથી દહીં ફાટી ના જાય. અને ગ્રેવી ને સહેજ ઉકળવા દો. જરૂર પડે તો થોડું પાણી ઉમેરવું.

  6. 6

    બીજી બાજુ તળેલા બટેકા ને ફરી થી બ્રાઉન અને ક્રિસ્પી થાય તેવા ફાસ્ટ ગેસ પર તળી લો અને સીધા જ ગ્રેવી માં નાખી 7-8 મિનિટ ઢાંકી ને કુક થવા દો.

  7. 7

    કાશ્મીરી દમ આલુ તૈયાર છે. ગરમા ગરમ પરાઠા સાથે પીરસો.

  8. 8

    આ રેસિપી નો વીડિઓ જોવા માટે youtube ચેનલ પ્રસાદમ ધ કુકિંગ હબ(prasadam the cooking hub)નો ઉપયોગ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Prasadam Hub
Prasadam Hub @PrasadamCookingHub
પર

ટિપ્પણીઓ

Similar Recipes