આલુ પૂદીના પરાઠા (aloo pudina paratha recipe in gujarati)

Dolly Porecha
Dolly Porecha @cook_23519178

આલુ પરોઠા તો લગભગ બધાને જ પસંદ હોય છે પરંતુ અહીં બટાકા, ડુંગળી, મેથી,ફૂદીનો નાખી સ્વાદિષ્ટ પંજાબી રીતે પરાઠા બનાવેલ છે. આલુ પરાઠા સ્વાદ માં તો ખૂબજ સરસ લાગે છે પરંતુ ઘણા લોકો ને બટાકા ખાવાથી એસિડિટી કે અન્ય કોઈપણ પ્રકારની તકલીફો અનુભવાય છે તો સાથે આદુ,લીંબુ,ફૂદીનો અને મેથી નાખી બનાવવાથી આ સમસ્યાનો ઉકેલ મેળવી શકાય છે.
#નોથૅ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૪ નંગબાફેલા બટાકા
  2. ૧ વાટકીફુદીના ના પાન
  3. ૧/૨ વાટકીમેથી ના પાન
  4. ૧ ચમચીઆદુ મરચાં ની પેસ્ટ
  5. ૧ નંગઝીણી સમારેલી ડુંગળી
  6. ૧/૨ ચમચીલીંબુનો રસ
  7. મસાલા
  8. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  9. ૧ ચમચીધાણાજીરૂ
  10. ૧ ચમચીગરમ મસાલો
  11. સ્વાદાનુસારમીઠું
  12. ૧/૪ ચમચીહળદર
  13. ચપટીહિંગ
  14. ૧/૨ ચમચીજીરૂ
  15. તેલ
  16. લોટ બાંધવા માટે
  17. ૨ વાટકીઘઉં નો લોટ
  18. સ્વાદાનુસારમીઠું
  19. ચપટીહિંગ
  20. ૧/૪ ચમચીઅજમો
  21. તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ મૂલાયમ લોટ બાંધી લો. બટાકા બાફીને છાલ ઉતારી મેસ કરી લો.

  2. 2

    કડાઈમાં તેલ ગરમ કરી તેમાં જીરું હિંગ નાખી વઘાર કરી લો અને તેમાં ડુંગળી સાંતળો ત્યારબાદ તેમાં આદુ મરચાં ની પેસ્ટ સાંતળો. બટાકા માં બધાં જ મસાલા ઉમેરીને બરાબર મિક્ષ કરી ને મેથી તેમજ ફૂદીનો ઝીણો સમારીને નાખો.

  3. 3

    લોટમાંથી લુઆ બનાવી લો અને મોટો પરોઠા વણી લો અને તેમાં તેલ લગાવી દો અને પછી સટફીગ કરી હાથથી જ જેટલું ટીપાય એટલું મોટું કરતા જાવ અને છેલ્લે વેલણ થી હલકા હાથે વણો અને ઘી અથવા તેલ લગાવી શેકી લો.

  4. 4

    ગરમાગરમ પરાઠા પર બટર લગાવીને દહીં અને અચાર સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dolly Porecha
Dolly Porecha @cook_23519178
પર

Similar Recipes