સોફ્ટ ખમણ(Khaman Recipe In Gujarati)

Neeru Thakkar
Neeru Thakkar @neeru_2710

#સુપરશેફ
#બુધવાર
જ્યારે બજારના ખમણ જોઈએ ત્યારે હંમેશા થાય કે આવા ખમણ ઘરે કેમ ન બને. મેં એક નવો નુસ્ખો કર્યો છે. સોડા ,પાણી, તેલ ,ખાંડ, લીંબુ પાણીમાં ફીણી લેવા. આ તો આપણે બધા જ કરીએ છીએ. એ ઉપરાંત મેં તૈયાર થયેલા ખીરામાં ઈનો નાખી અને તાત્કાલિક ખમણની થાળી મૂકી દીધી. 20 મિનિટ માટે ખમણ ને બફાવા દેવા. ખમણને બાફવા માટે એવું પેકીંગ કરવું કે તેમાંથી બિલકુલ વરાળ નીકળે.

સોફ્ટ ખમણ(Khaman Recipe In Gujarati)

#સુપરશેફ
#બુધવાર
જ્યારે બજારના ખમણ જોઈએ ત્યારે હંમેશા થાય કે આવા ખમણ ઘરે કેમ ન બને. મેં એક નવો નુસ્ખો કર્યો છે. સોડા ,પાણી, તેલ ,ખાંડ, લીંબુ પાણીમાં ફીણી લેવા. આ તો આપણે બધા જ કરીએ છીએ. એ ઉપરાંત મેં તૈયાર થયેલા ખીરામાં ઈનો નાખી અને તાત્કાલિક ખમણની થાળી મૂકી દીધી. 20 મિનિટ માટે ખમણ ને બફાવા દેવા. ખમણને બાફવા માટે એવું પેકીંગ કરવું કે તેમાંથી બિલકુલ વરાળ નીકળે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
પાંચ વ્યક્તિ
  1. 2 કપચણાનો લોટ
  2. ૧ ટી.સ્પૂનઈનો
  3. ૧ ટીસ્પૂનસોડા (જે ઢોકળામાં નખાય)
  4. ૧/૨ ટી સ્પૂન લીંબુ
  5. ૨ ટેબલ સ્પૂનખાંડ
  6. ૧/૨ ટીસ્પૂનહળદર
  7. ૪ ટેબલસ્પૂનતેલ
  8. ૬-૭ નંગ લીલા મરચાં
  9. ૨ ટેબલસ્પૂનસમારેલા લીલા ધાણા
  10. ૨ ટીસ્પૂનતલ
  11. ૧ ટેબલસ્પૂનરાઈ
  12. ૮-૧૦ પત્તા મીઠી લીમડી
  13. ૧ ટીસ્પૂનકોપરાનું છીણ
  14. ચપટીહિંગ

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    સૌપ્રથમ ચણાના લોટને ચાળી લેવો. હવે સામગ્રીના માપમાં દર્શાવ્યા પ્રમાણે એક ગ્લાસ પાણીમાં સોડા, ખાંડ, મીઠું, હળદર, 1 ટેબલસ્પૂન તેલ અને 1/2 લીંબુ નાખી તેને ચમચીની મદદથી બેથી ત્રણ મિનિટ સુધી હલાવ્યા કરવું. તેમાં બબલ્સ આવવાના ચાલુ થશે. ત્યારે આ પાણી ચણાના લોટમાં નાખી દેવું. કરી લેવું. ત્યારબાદ ખીરામાં જરૂર મુજબ હૂંફાળું પાણી રેડવું. ખમણ મુકવા માટે નું વાસણ preheat કરવા મૂકી દેવું.

  2. 2

    હવે ખીરુ સરસ તૈયાર થાય એટલે તેમાં ઈનો નાખો. ઈનો નાખ્યા બાદ તેને હલાવી અને બરાબર મિક્સ કરી લેવું. એનો નકશો એટલે ખીરું એકદમ ફલફી બની જશે. સ્ટીલ ની થાળીમાં ચારે બાજુ તેલ લગાવી દેવું. તેમાં આ ખીરું સ્પ્રેડ કરી દેવું. પ્રિહિટ થવા મુકેલ વાસણમાં આ થાળી મૂકીને 20 મિનિટ માટે બફાવા દેવું.

  3. 3

    ૨૦ મિનિટ બાદ ખમણ બની જશે. ખમણની થાળી ને દસ મિનિટ માટે ઠંડી પડવા દેવી. ત્યારબાદ તેમાં ચાકુની મદદથી પોલીસ પાડી લેવા. હવે એક નામી કડાઈમાં 3 ચમચી તેલ વઘાર માટે મૂકો. ગરમ થાય એટલે તેમાં રાઈ નાખો. રાઈ બરાબર ક્રેકલ થઈ જાય એટલે તેમાં લીલા મરચાં અને તલ નાંખો. ત્યારબાદ મીઠી લીમડી અને હિંગ નાખો. ગેસ ઓફ કરી દો. એક ચમચાની મદદથી આ વગર ખમણ ઉપર સ્પ્રેડ કરો. ત્યારબાદ તેમાં ધાણા તથા કોપરાનું છીણ નાખી દો. તૈયાર છે સોફ્ટ ખમણ!!

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Neeru Thakkar
Neeru Thakkar @neeru_2710
પર
Happyness is Homemade
વધુ વાંચો

Similar Recipes