બટાકા ભુંગળા (Bataka Bhungala Recipe In Gujarati)

HITESH DHOLA
HITESH DHOLA @cook_25315340
સુરત

#ફટાફટ
ઈન્સ્ટન્ટ/ઝટપટ રેસીપી

મારુ બાળપણ ગામડે પસાર થયું પરિણામે ત્યાં અમને ફાસ્ટફૂડના નામે બટાકા ભૂંગળા સિવાય કશું મળ્યું જ નહીં અને આજે ૧૫ દિવસે એકવાર આ બટાકા ભુંગળા ન બનાવીએ તો જઠરાગ્નિ માંથી અવાજ આવે કે વિટામિન BB (બટાકા-ભુંગળા) ઘટે છે. મોકલો નહીંતર મજા નહીં આવે.

બટાકા ભુંગળા (Bataka Bhungala Recipe In Gujarati)

100+ શેફ્સે આ રેસીપી જોઈ છે

#ફટાફટ
ઈન્સ્ટન્ટ/ઝટપટ રેસીપી

મારુ બાળપણ ગામડે પસાર થયું પરિણામે ત્યાં અમને ફાસ્ટફૂડના નામે બટાકા ભૂંગળા સિવાય કશું મળ્યું જ નહીં અને આજે ૧૫ દિવસે એકવાર આ બટાકા ભુંગળા ન બનાવીએ તો જઠરાગ્નિ માંથી અવાજ આવે કે વિટામિન BB (બટાકા-ભુંગળા) ઘટે છે. મોકલો નહીંતર મજા નહીં આવે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
૩ વ્યક્તિ
  1. ૫૦૦ ગ્રામ બટાકા
  2. ૨૦૦ ગ્રામ કાચા ભુંગળા
  3. ૧૦૦ ગ્રામ શીંગ
  4. ૨૦૦ મિલી તેલ
  5. ૧ નંગ નાનુ દાડમ
  6. ૮૦ ગ્રામ લાલ મરચું (રેશમપટ્ટો)
  7. ૧ ટેબલ સ્પૂનખાંડ
  8. ૨ ચમચીમીઠું
  9. ૧ ટેબલ સ્પૂનલીંબુના ફૂલ
  10. ૫૦ ગ્રામ કોથમીર
  11. ૨ ગ્લાસપાણી
  12. ૭૫ ગ્રામ સેવ(કળી)

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક ગ્લાસ કરતા થોડું વધારે પાણી લઈ નાની સાઈઝના બટાટાને બાફવા મુકો, સાથે સાથે એક બાઉલમાં અડધો પોણો ગ્લાસ પાણી લઈ તેમાં મીઠું, બે ચમચા તેલ, મરચું અને ખાંડ ઉમેરો, અને ગેસ પર ગરમ કરવા મુકો ચટણી પર નાના બબલ્સ બનવા લાગે એટલે ઉતારીને એમાં લીંબુના ફૂલ ઉમેરી દ્યો.

  2. 2

    એક કઢાઈ માં તેલ મૂકી કાચા ભૂંગળા તળી લ્યો.

  3. 3

    બાફેલા બટાટાની છાલ ઉતારી બનાવેલી ચટણી મિક્સ કરી કોથમીર, દાડમ, શીંગ અને સેવથી ગાર્નિશ કરો એટલે આપણા બટાકા ભૂંગળા તૈયાર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
HITESH DHOLA
HITESH DHOLA @cook_25315340
પર
સુરત
મારુ રસોડું મારી પ્રયોગશાળા
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes