ભુંગળા બટાકા (Bhungla Bataka Recipe In Gujarati)

Varsha Monani
Varsha Monani @jiya2015

આપણા ઘરે મહેમાન આવવાના છે 1/2 કલાકમાં આવું છું એવું કહે અને તરત જ નાસ્તા ની તૈયારી કરવાની હોય તો શું કરવું તેનો વિચાર કરતાં કરતાં જ સમય પસાર થઇ જાય છે પણ ભુંગળા બટાકા સરળતાથી અને ઝડપથી બનાવી શકાય છે. જો ઘરમાંભૂંગળા અવેલેબલ હોય તો. મહેમાનોને ઉપર લાગશે અને મજા પણ આવશે ખાવાની અને નાના બાળકો તો ઝટપટ અને હોંશે હોંશે ખાઇ લે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
2 સર્વિંગ્સ
  1. જરૂર મુજબ કાચા ભૂંગળા
  2. 250 ગ્રામબાફેલા બટાકા
  3. ૨ નંગડુંગળી ઝીણી સમારેલી
  4. તળવા માટે તેલ+ એક ચમચો તેલ વઘાર માટે
  5. થોડામીઠા લીમડાના પાન
  6. 1 ચમચીહિંગ
  7. 1 ચમચીજીરૂ
  8. ૧ ચમચીરાઈ
  9. મીઠું સ્વાદ મુજબ
  10. 1/2 ચમચીહળદર
  11. 1 ચમચીધાણાજીરૂ
  12. 1 ચમચીલાલ મરચું
  13. 1/2 ચમચીગરમ મસાલો
  14. 2 ચમચીડબલ રોટી નો મસાલો
  15. થોડાલીલા ધાણા

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌપ્રથમ તેલ ગરમ કરવા માટે રાખો તેલ ગરમ થયા બાદ તેમાં થોડા થોડા કરીને ભુંગળા નાખી અને તળી લો.

  2. 2

    ત્યાર બાદ એક પેનમાં તેલ ગરમ કરવા માટે રાખો તેમાં રાઈ-જીરું હિંગ અને મીઠા લીમડાના પાન નાખી અને કરો ત્યારબાદ તેમાં ડુંગળી ઉમેરી તેને સાંતળવા માટે રાખો ડુંગળી સફાઈ ગયા બાદ તેમાં બધા જ મસાલા ઉમેરી તેને હલાવો.

  3. 3

    મસાલા ચડી જાય ત્યારબાદ તેમાં બટાકા ઉમેરીને તેને હલાવો અને તેના લીલા ધાણા છાંટી દો. ત્યારબાદ સર્વિંગ પ્લેટમાં લઈને તેમાં બટેટાનું શાક અને ભૂંગળા નાખીને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Varsha Monani
Varsha Monani @jiya2015
પર

Similar Recipes