ડ્રાયફ્રુટ કચ્છી દાબેલી (DryFruit Kacchi Dabeli Recipe In Gujarati)

Anupa Thakkar
Anupa Thakkar @cook_24339188

દાબેલી કચ્છ ની ફેમસ વાનગી છે. પણ લગભગ બધા ને ભાવે એવી ડીસ છે. શેક્યા વગર અને શેકેલી બન્ને રીતે ખવાય છે. મેઈન છે દાબેલી નો મસાલો. કચ્છ માં મસાલા ના પેકેટ મળે છે જેનો ઉપયોગ કરી હું મસાલો બનાવું છું.

ડ્રાયફ્રુટ કચ્છી દાબેલી (DryFruit Kacchi Dabeli Recipe In Gujarati)

દાબેલી કચ્છ ની ફેમસ વાનગી છે. પણ લગભગ બધા ને ભાવે એવી ડીસ છે. શેક્યા વગર અને શેકેલી બન્ને રીતે ખવાય છે. મેઈન છે દાબેલી નો મસાલો. કચ્છ માં મસાલા ના પેકેટ મળે છે જેનો ઉપયોગ કરી હું મસાલો બનાવું છું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
10 સર્વિંગ્સ
  1. 1 કિલો બાફેલા બટાકા નો માવો
  2. 200 મીલીતેલ
  3. 1 પેકેટ દાબેલી નો મસાલો
  4. 1 વાટકોશીંગ
  5. 1 વાટકોસેવ
  6. જરૂર મુજબ લસણ ની ચટણી
  7. જરૂર મુજબ મીઠી ચટણી
  8. જરૂર મુજબ ગ્રીન ચટણી
  9. 1 નંગ ડુંગળી
  10. સજાવટ માટે
  11. જરૂર મુજબ કોપરા નું છીણ
  12. જરૂર મુજબ તૂટીફૂટી
  13. જરૂર મુજબ કાળી દ્રાક્ષ
  14. જરૂર મુજબ કોથમીર
  15. જરૂર મુજબ કાજુ
  16. જરૂર મુજબ દાડમ ના દાણા
  17. જરૂર મુજબ બટર શેકવા માટે

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    દાબેલી નો માવો બનાવા માટે બાફેલા બટાકા ને માવો કરી લો. એક વાસણ માં તેલ ગરમ મુકો અને તેમાં બાફેલા બટાકા નો માવો ઉમેરો અને એક મિનિટ સાંતળો.

  2. 2

    હવે મસાલો ઉમેરીને મિક્ષ કરો અને બે થી ત્રણ મિનિટ હલાવો અને પછી એક થાળી માં પથરી લો અને થોડુંક ઠંડુ થવાદો ત્યાં સુધી મીઠી ચટણી લસણ ની ચટણી તૈયાર કરો.

  3. 3

    સેવ શીંગ મિક્ષ કરો અને ડુંગળી ને ઝીણી કાપી લો. દાડમ ના દાણા કાઢી લો. હવે મસાલા પર કોપરાનું છીણ, તૂટીફૂટી, કાળી દ્રાક્ષ, કોથમીર, દાડમના દાણા, કાજુ બધુજ ઉમેરીને મસાલો તૈયાર કરો.

  4. 4

    હવે પાંવ ને ક્રોસ માં કાપી ને બધી જ સામગ્રી ઉમેરો અને દાબેલી તૈયાર કરો અને ચટણી સાથે સર્વ કરો. શેકી ને અને શેક્યા વગર બન્ને રીતે સ્વાદ માણો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Anupa Thakkar
Anupa Thakkar @cook_24339188
પર

Similar Recipes