સુરતી ખમણ & ચટણી (Surati Khaman & Chutney Recipe In Gujarati)

Rina Raiyani
Rina Raiyani @cook_RINA
Surendranagar
શેર કરો

ઘટકો

  1. 1 કપચણા ની દાળ
  2. 2 ટી સ્પૂનઆદું મરચાં ની પેસ્ટ
  3. સ્વાદાનુસાર મીઠું
  4. 1/4 કપદહીં
  5. 1 પેકેટ ઇનો
  6. 1/4 ટી સ્પૂનહિંગ
  7. 1/4 ટી સ્પૂનહળદર
  8. જરૂર મુજબ પાણી (દાળ પીસવા માં)
  9. ➡️વઘાર માટે
  10. 1/2 ટી સ્પૂનરાઈ
  11. 5 નંગ લીમડા ના પાન
  12. 1 ચમચો તેલ
  13. 1+1/2 ચમચી ખાંડ
  14. જરૂર મુજબ ગાર્નિશ માટે ધાણા
  15. ➡️ચટણી માટે
  16. 1 કપધાણા
  17. 1 નંગ મરચું સમારેલું
  18. સ્વાદાનુસાર મીઠું
  19. 1+1/2 ચમચી ખાંડ
  20. 1/3 કપપાણી
  21. 1/3 કપખમણ નો ભૂકો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ચણા ની દાળ ને 4/5 કલાક પલાળી દેવી

  2. 2

    પછી તેને કરકરી દહીં નાખી ને પીસી લેવી.ખીરું જાડું રાખવાનું છે (ઢોકળાં કરતા જાડું)

  3. 3

    હવે પીસેલી દાળ ને 6/7 કલાક આધો આવવા માટે મૂકી રાખો. 6/7 કલાક માં સરસ અાધો આવી ગયો છે

  4. 4

    હવે તેમાં આદુ મરચા ની પેસ્ટ, નમક હળદર, હિંગ નાખી હલાવી લો.

  5. 5

    હવે ધોકલિયમાં પાણી ગરમ કરવા મૂકો.ને થાળી ને પણ તેલ થી ગ્રીસ કરી ને ગરમ કરવા મૂકો

  6. 6

    હવે ખીરામાં ઇનો નાખી હલાવી લો ને ગ્રીસ કરેલી થાળી માં રેડી દો.

  7. 7

    20 મિનીટ પછી ચપ્પુ થી ચેક કરો.તો ખમણ સરસ સ્તિમ્ થાય ગય છે એને 5 મિનીટ ઠંડાં થવા દો પછી કટ કરો.

  8. 8

    હવે વઘરીયામાં તેલ મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખો રાઈ તતડે એટલે લીમડાના પાન નાખી ખમણ ને ખાંડ નાખી હલાવી ને ઢાંકી ને ધીમાં તાપે થવા દો

  9. 9

    3/4 મિનીટ ખાંડ પીગળે ત્યાં સુધી રાખો પછી ગેસ બંધ કરી ને ધાણા થી ગાર્નિશ કરો

  10. 10

    ચટણી માટેની બધી સામગ્રી મિક્સ કરી ને પીસી લો ને ખમણ સાધે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rina Raiyani
Rina Raiyani @cook_RINA
પર
Surendranagar
cooking is my passion
વધુ વાંચો

Similar Recipes