સાબુદાણા વડા(Sabudana Vada Recipe in Gujarati)

Mital Bhavsar
Mital Bhavsar @cook_25299645
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

2 થી 3 મિનિટ
1 વ્યકિત
  1. 1 કપસાબુદાણા
  2. 2 નંગનાની સાઇઝના બાફેલા બટાકા
  3. 2 ચમચીતેલ
  4. 1 નંગ લીલું મરચું ઝીણું સુધારેલું
  5. 2 ચમચીશેકેલા સીંગદાણા અધકચરા કરેલા
  6. ચપટીમરીનો પાઉડર
  7. 1 ચમચીલીંબુનો રસ
  8. 1 ચમચીખાંડ
  9. સ્વાદ મુજબમીઠું
  10. 1 ચમચીઝીણી સુધારેલી કોથમીર
  11. ચપટીલાલ મરચું પાઉડર

રાંધવાની સૂચનાઓ

2 થી 3 મિનિટ
  1. 1

    સૌપ્રથમ સાબુદાણાને 2,3 વાર પાણીથી ધોઈ લો.ત્યારબાદ સાબુદાણામાં જરૂર મુજબ પાણી રેડી 1 ચમચી તેલ અને ચપટી લાલ મરચું પાઉડર નાખી હલાવીને 1 કલાક પલળવા મૂકી દો.વચ્ચે થોડીક વાર પછી હલાવીને મિક્સ કરવું,જેથી તેલ અને લાલ મરચું પાઉડર સાબુદાણામા મિક્સ થાય.

  2. 2

    હવે બટાકાને છોલીને મેશ કરી લો.

  3. 3

    હવે સાબુદાણા તથા બટાકાના માવાને મિક્સ કરીને તેમાં સીંગદાણા ક્રશ કરેલા તથા બીજા મસાલા નાખી મિક્સ કરી વડા માટેનું મિશ્રણ બનાવો.

  4. 4

    હવે અપ્પમ પેનને તેલથી ગ્રીસ કરીને ગેસ પર ગરમ થવા મૂકી દો.હવે મિશ્રણમાથી નાના ગોળા વાળીને પેનમાં શેકાવા મૂકી ઉપરથી થોડું તેલ બધામાં આજુબાજુમાં તેલ રેડીને ઢાંકણ ઢાંકી દો.એકબાજુ શેકાય એટલે ઉલટાવી દઈને બીજી બાજુ શેકાવા દો.તૈયાર થઈ જાય એટલે વડાને ગરમા-ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mital Bhavsar
Mital Bhavsar @cook_25299645
પર

ટિપ્પણીઓ

Similar Recipes