સાબુદાણા વડા (sabudana vada recipe in gujarati)

Zalak Desai
Zalak Desai @cookandeatwithzalak
Gujrat

#વેસ્ટ#મહારાષ્ટ્ર# સાબુદાણા વડા એ પ્રખ્યાત મહારાષ્ટ્રીયન વાનગી છે. અને ખાસ ઉપવાસમાં ફરાળી નાસ્તામાં લેવાય છે. જે ક્રન્ચી,સોફ્ટી અને સ્વાદિષ્ટ હોય છે. જે ગ્રીન ચટણી અને આંબલીની ચટણી સાથે સર્વ થાય છે. તેમાં સારા પ્રમાણમાં કાર્બોહાઇડ્રેટ અને ગ્લુકોઝ હોય છે. અને પચવામાં પણ હલકાં હોય છે.

સાબુદાણા વડા (sabudana vada recipe in gujarati)

3 કમેન્ટ્સ કરેલ છે

#વેસ્ટ#મહારાષ્ટ્ર# સાબુદાણા વડા એ પ્રખ્યાત મહારાષ્ટ્રીયન વાનગી છે. અને ખાસ ઉપવાસમાં ફરાળી નાસ્તામાં લેવાય છે. જે ક્રન્ચી,સોફ્ટી અને સ્વાદિષ્ટ હોય છે. જે ગ્રીન ચટણી અને આંબલીની ચટણી સાથે સર્વ થાય છે. તેમાં સારા પ્રમાણમાં કાર્બોહાઇડ્રેટ અને ગ્લુકોઝ હોય છે. અને પચવામાં પણ હલકાં હોય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
16 સર્વિંગ્સ
  1. ૧ કપસાબુદાણા
  2. 2બાફેલા બટાકા
  3. અડધો કપ ખાંડેલા સીંગદાણા
  4. 1/2ચમચી આદુની પેસ્ટ
  5. 1 ચમચીજીરૂ
  6. 1લીલુ મરચું સમારેલુ
  7. 2 ચમચીકોથમીર
  8. 1/2ચમચી મીઠું
  9. 1 ચમચીલીંબુનો રસ
  10. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    ૧ કપ સાબુદાણા ને ત્રણ ચાર કલાક પાણીમાં પલાળી પછી બરાબર ધોઈને અડધો કલાક રહેવા દો. હવે બે બાફેલા બટાકાનો માવો લો. તેમાં અડધો કપ વાટેલા સીંગદાણા ઉમેરો.

  2. 2

    પછી તેમાં એક ચમચી આદુ મરચાની પેસ્ટ, એક ચમચી જીરું અને એક ચમચી લીંબુનો રસ ઉમેરો.

  3. 3

    પછી તેમાં પલાળેલા સાબુદાણા ઉમેરો. અને બરાબર મિક્સ કરી માવો તૈયાર કરી દો અને પછી તેને ગોળ લૂઆ પાડી દો.

  4. 4

    હવે અપન માં તેલ રેડી તૈયાર કરેલા લુવા મૂકી દો પછી અપન નુ ઢાંકણું ઢાંકી તેને દસ મિનિટ થવા દો. વચ્ચે-વચ્ચે ફેરવતા રહો ને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી થવા દો. તો સાબુદાણા ના વડા તૈયાર છે. તેને ગ્રીન ચટણી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Zalak Desai
Zalak Desai @cookandeatwithzalak
પર
Gujrat
Love to cook and make new dishes🍳🍱🍺🍧🍦🍕🍝😋 💟
વધુ વાંચો

ટિપ્પણીઓ (3)

Similar Recipes