છોલે (Chole Chana Recipe In Gujarati)

POOJA MANKAD
POOJA MANKAD @cook_26266211
જામનગર

#છોલે(ચણા)
#પંજાબી સબજી
#૩ પોસ્ટ

છોલે (Chole Chana Recipe In Gujarati)

#છોલે(ચણા)
#પંજાબી સબજી
#૩ પોસ્ટ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

4 લોકો
  1. 200 ગ્રામકબૂલી ચણા
  2. 2 નંગબટેટા
  3. ૪ નંગટામેટાં ગ્રેવી માટે, ડુંગળી, લસણ, આદુ
  4. મરચા ની ભૂકી,કિચન કિંગ મસાલા, હળદર, મીઠું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કબૂલી ચણા ને સવારે ગરમ પાણી મા ખાવા નો સોડા નાખી ને પલાળવાના ૮/૯ કલાક પલળી જાય પછી બીજા પાણી થી ધોઈ ને એક વાસણ મા પાણી ને મીઠું નાખી ને કૂકર મા બાફવા મૂકો. અને બટેટા ને પણ બાફવા મૂકો

  2. 2

    ગ્રેવી માટે ટામેટા ડુંગળી લસણ ને આદુ ના કટકા કરો ત્યારબાદ એક પેન લય તેમા 2 ચમચી જેટલું તેલ લો અને એ ગરમ થાય એટલે તેમાં આ કટકા નાખો અને સાતળવા દો અને તેમા હળદર મીઠું ને લાલા મરચા ની ભૂકી નાખી ને હલાવો કલર બદલાય એટલે ગેસ બંધ કરી ને ઠંડુ થવા દો એ થઈ જાય એટલે મિક્સર મા ગ્રેવી કરો

  3. 3

    હવે એક કડાઈમાં તેલ મુકી ને ગરમ થવા દો પછી તેમા આ ગ્રેવી નો વધાર કરો એને ખુબજ હલાવો ત્યારબાદ તેમા હળદર મીઠું મરચાં ની ભૂકી કિચન કિંગ મસાલા ઉમેરો એ બધુ મિક્સ થાય એટલે બટેટા ને મેશ કરી ને નાખો (મેશ કરો બટેટા ત્યારે તેમા થોડુ પાણી નાખીને ને મેશ કરવુ) ત્યારબાદ કાબુલી ચણા નાખી ને પેન ઢાંકી ને ૧૫થી૨૦ મિનિટ સુધી થવા દો (ચડવા દો) એક રસ થઈ જાય એટલે ગેસ બંધ કરી ને બાઉલ મા કાઢી લો. તમારા છોલે તૈયાર છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
POOJA MANKAD
POOJA MANKAD @cook_26266211
પર
જામનગર

Similar Recipes