હરા ભરા પનીર ઉત્તપમ (Harabhara Paneer Uttpam Recipe In Gujarati)

Niketa Oza
Niketa Oza @cook_26268985
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 minutes
3-4 વ્યક્તિ માટ
  1. 200 ગ્રામમગ
  2. 100 ગ્રામચોખા
  3. 50 ગ્રામ અડદ ની દાળ
  4. 4 નંગ લીલા મરચાં
  5. 1/2 ઇંચ આદુ નો ટૂકડો
  6. 2 ટે.ચમચી જીરુ
  7. 1/4 ટે.ચમચી હળદર
  8. સ્વાદમુજબમીઠુ
  9. 1/4 ટે.ચમચી ધાણાજીરું
  10. 5 કળીલસણ
  11. 1 નંગ મધ્યમ ટામેટું ઝીણું સમરી ને
  12. 1 નંગ મધ્યમ કાંદો બારીક કાપી ને
  13. 1 નંગ માધ્યમ કેપ્સીકમ બારીક કાપી ને
  14. 100 ગ્રામ પનીર ની ખમણી
  15. જરૂર મુજબ ઘી અથવા બટર સેકવા માટે
  16. જરૂર મુજબ સૂકા કોપરા ની છીણ
  17. 1-2 ટે.ચમચી દાળિયા
  18. 1/2 ટે.ચમચી ખાંડ
  19. 6-7 નંગ મીઠા લીમડાના પત્તા
  20. 4 ટે.ચમચી દહીં

રાંધવાની સૂચનાઓ

15 minutes
  1. 1

    સૌ પ્રથમ ખીરું પલાળવા માટે જે દિવસે બનાવવું હોય એની આગલી રાત્રે મગ અને ચોખા ને 4-5 વાર ધોઈ ને પલાળી લેવા અને અડદ ની દાળ ને અલગ થી પલાળવી તેને આખી રાત પલળવા દેવુ.

  2. 2

    બીજે દિવસે સવારે પલાળેલા મગ, ચોખા અને અડદની દાળ ને મિક્સર ના જાર ma લઈ તેમા 2-3 લીલા મરચાં, આદુ નો ટુકડો, 2-3 લસણ ની કળી, મીઠું સ્વાદમુજબ, હીંગ, હળદર, જીરુ અને થોડુ પાણી નાખી ને ઉત્તપમ જેવુ ખીરું પીસી લેવું. તેને 6-7 કલાક આથો આવા દેવુ.

  3. 3

    બનાવતી વખતે ટામેટા, કાંદા અને કેપ્સીકમ ને ઝીણા સમારી લેવા તેમા મીઠુ, ધાણાજીરૂ ઉમેરી ને હલાવી લેવુ.પછી પનીર એક લીલું મરચું 1/4 આદુ અને ચપટી મારી પાઉડર નાખી ને અધકચરું કરી લેવું.

  4. 4

    સાંજે બનાવતી વખતે ગેસ ને મધ્યમ આંચ પર રાખવો અને એક તવો અથવા નાનું ફ્રાય પેન માં ઘી આછું લગાવી તેના પર કડછી વડે ખીરું રેડી ને પાથરી લેવું, તરતજ તેના પર શાક નું મિશ્રણ પથરી ને થોડું હલકા હાથે તબેથા થી દબાવી દેવું અને પનીર પણ પથરી ને દબાવી લેવું. ઉપર થી ચઢી જશે એટલે એક વાર પલટાવી લેવું અને 3-4 ટીપાં ઘી આજુ બાજુ થી રેડી ને પાછું પલટી લેવુ. એક પ્લેટ પર કાઢી ને કોપરા અથવા ધાણા ની ચટણી સાથે મઝા માણો...

  5. 5

    કોપર નિ ચટણી બનાવવા માટે મીક્સર ના જાર માં કોપરા ની છીણ, 1 લીલું મરચું, 3 લસણ નિ કાળી, દહીં, દાળિયા, 4 ટે.ચમચી કાંદા, મીઠું, 1/2 ટે.ચમચી ખાંડ nakhi થોડું પાણી નાખી ચટણી પીસી લેવી. એક વધારીયા માં ઘી લઈ ને રાઈ, જીરું, અડદની દાળ, દાળિયા અને લીમડો નાખી વઘાર તત્ડે એટલે ચટણી પર નાખી હલાવી લો. Enjoy beautiful meal..❤💐

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Niketa Oza
Niketa Oza @cook_26268985
પર

Similar Recipes