સેન્ડવીચ ઢોકળા,(Sandwich dhokla recipe in Gujarati)

Shilpa Shah
Shilpa Shah @CookShilpa11
Gandhinagar
શેર કરો

ઘટકો

2લોકો
  1. ઢોકળા નું ખીરું
  2. 3 વાડકીચોખા
  3. 1 વાડકીઅડદ ની દાળ
  4. વાટકીરવો અડધી
  5. 2 ચમચીદહીં
  6. વાટેલા આદુ મરચા
  7. મીઠું સ્વાદાનુસાર
  8. ગ્રીન ચટણી
  9. 50 ગ્રામકોથમીર
  10. 25 ગ્રામફુદીનો
  11. 2 ચમચીદાળિયા
  12. 2 ચમચીસીંગદાણા
  13. 3-4લીલા મરચા
  14. 1 ચમચીખાંડ
  15. 1 ચમચીદહીં
  16. બરફ 3-4 ક્યૂબ
  17. વઘાર માટે
  18. 3 ચમચીતેલ
  19. 1 ચમચીરાઈ
  20. 1 ચમચીતલ
  21. લાલ મરચું પાઉડર જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ તો ચોખા અને અડદ ની દાળ ને ધોઈ ને 4 થી 5 કલાક માટે પલાળી દો,પછી તેને મિક્સર મા વાટી ને ખીરું તૈયાર કરી ને આથો આવવા માટે 7 થી 8 કલાક માટે રાખી દો.

  2. 2

    પેલા આપડે ગ્રીન ચટણી બનાવવા માટેની સામગ્રી,કોથમીર,દાળિયા,સીંગદાણા,મરચા,મીઠું,ખાંડ,ફુદીનો,દહીં,બરફ નાખી ને મિક્સર મા વાટી લો,ગ્રીન ચટણી તૈયાર.

  3. 3

    હવે ખીરું લઈ તેમાં રવો,અને દહીં ઉમેરી ને તેમાં મીઠું,અને આદુ મરચા વાટેલા ઉમેરી દો.10 મિનીટ માટે ઢાંકી દો,હવે ખીરું લઈ તેમાં ચપટી સોડા નાખી ને ઢોકળા ને stim કરવા મૂકો.

  4. 4

    હવે ઢોકળા ની થાળી ને કાપા પડ્યા વગર આખી થાળી ઉખાડી લો.એવી રીતે બે થાળી એકસરખી ઉતારી લો.બેવ થાળી ના ઢોકળા આખા જ થાળી માંથી કાઢવા ના છે.

  5. 5

    હવે ઢોકળા ને ઊંઘી સાઈડ માં ગ્રીન ચટણી ચોપડી ને તેની ઉપર બીજા ઢોકળા ને ઊંઘી સાઈડ તેની ઉપર બરાબર રીતે મૂકી દો.

  6. 6

    હવે તેને બરાબર હાથ વડે ઉપર થી પ્રેસ કરી લો જેથી બરાબર બે પળ ચોંટી જાય.,અને તેના કાપા કરી ને પીસ કરી લો.

  7. 7

    હવે તેના ઉપર વઘાર કરવા માટે એક કડાઈમાં તેલ મૂકી તેમાં રાઈ નાખી ને રાઈ તતડે એટલે તેને ઢોકળા ની ઉપર રેડી દઈશું.તેના ઉપર તલ અને કોથમીર અને લાલ મરચું ભભરાવી ને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shilpa Shah
Shilpa Shah @CookShilpa11
પર
Gandhinagar

Similar Recipes