નાયલોન ખમણ અને કઢી (Nylon Khaman & Curry Recipe In Gujarati)

Deepika Jagetiya
Deepika Jagetiya @Deepika15
Ahmedabad

આજે આ રેસિપીથી ખમણ અને કઢી મારી દીકરી શ્રેયા એ પ્રથમ વખત બનાવ્યા હતા અને ઘરના બધા સભ્યોને બહું જ ભાવ્યા ❤️

#ટ્રેડિંગ

નાયલોન ખમણ અને કઢી (Nylon Khaman & Curry Recipe In Gujarati)

આજે આ રેસિપીથી ખમણ અને કઢી મારી દીકરી શ્રેયા એ પ્રથમ વખત બનાવ્યા હતા અને ઘરના બધા સભ્યોને બહું જ ભાવ્યા ❤️

#ટ્રેડિંગ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મિનિટ
૪ લોકો
  1. ખમણ માટે
  2. ૫૦૦ ગ્રામ ચણાનો લોટ
  3. ૧ ચમચીલીંબુના ફૂલ
  4. ૧ ચમચીમીઠું
  5. ૩‌ ચમચી ખાંડ
  6. ૧ ચમચીલાલ મરચું
  7. ૩ ચમચીતેલ
  8. ૧ પેકેટ ઇનો
  9. કઢી માટે
  10. ૧ ટેબલ સ્પૂનચણાનો લોટ
  11. ૪ કપપાણી
  12. વઘાર માટે
  13. ૩ નંગ લીલા મરચા
  14. ૧ ડાળી મીઠો લીમડો
  15. સ્વાદાનુસારમીઠું
  16. ૧ ચમચીહળદર

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    ખમણ‌ માટેની સામગ્રી અને પાણી ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવો અને ૧૦ મિનિટ સુધી ઢાંકીને મૂકી દો (ઇનો અત્યારે ન નાંખશો)

  2. 2

    એક તપેલામાં ૫ ગ્લાસ પાણી નાખી ઉકાળવું અને તપેલાની મધ્યમાં કાટલું મૂકવું

  3. 3

    જે થાળી માં ખમણ બનાવવાના હોય એમાં તળિયે અને કિનારે તેલ લગાવી તેને તપેલામાં મૂકી તપેલું ઢાંકી દો

  4. 4

    ખમણ અને પાણીના મિશ્રણ માં હવે ઇનો નાખીને બરાબર મિક્ષ કરી લો પાણી ઉકાળી જાય એટલે મિશ્રણને સાવચેતીથી થાળી માં નાખી ને ૨૫ મિનિટ સુધી ઢાંકીને મૂકી દો

  5. 5

    કઢી માટે ચણાનો લોટ અને પાણી મિક્સ કરો

  6. 6

    હવે તપેલીમાં ૧ ટેબલ ચમચી તેલ નાખો ‌અને મીઠો લીમડો,‌ રાઈ, હિંગ અને મરચા નો વઘાર કરો અને ૧ ચમચી હળદર પાઉડર અને ૧ ટેબલ ચમચી ખાંડ નાખીને તેમાં તૈયાર કરેલી કઢી ઉમેરો

  7. 7

    કઢીને ૨૦ મિનિટ સુધી ઉકળવા દો

  8. 8

    ૨૫ મિનિટ બાદ ખમણ‌ તૈયાર હશે

  9. 9

    હવે તપેલીમાં વઘાર કરો અને તેમાં ૧ ગ્લાસ પાણી અને ૧ ટેબલ ચમચી ખાંડ ઉમેરો અને તેને ઉકળવા દો

  10. 10

    પાણી બરાબર ઉકળી જાય એટલે ઠંડું કરીને ખમણ ઉપર નાખી દો

  11. 11

    ખમણ અને કઢી તૈયાર છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Deepika Jagetiya
Deepika Jagetiya @Deepika15
પર
Ahmedabad

ટિપ્પણીઓ (2)

Similar Recipes