ફણગાવેલી મેથી નું અથાણું(Sprouted Fenugreek Pickle recipe in Gujarati)

Sudha Banjara Vasani
Sudha Banjara Vasani @SudhaFoodStudio51
Ahmedabad(Gujarat) INDIA 🇮🇳

#GA4 #week2
#Fenugreek
Post - 4
ગુજરાતી ઘરો માં મસાલાના ડબ્બામાં મેથી તો હોય જ....પરંતુ આરોગ્ય ની દ્રષ્ટિએ પણ ખૂબ ઉપયોગી ઘટક છે....અને તેમાંય જ્યારે પલાળીને ફણગાવવા માં આવે ત્યારે તેના કેલ્શિયમ અને ફાઈબર કન્ટેન્ટ વધી જાય છે...તેના થી તેની કડવાશ દૂર થાય છે....સાંધાના દુઃખાવા માં રાહત આપે છે અને વાત્ત(વાયુ) તેમ જ પિત્તનું શમન કરે છે...આવી ગુણકારી મેથી માંથી ચાલો આપણે ટેસ્ટી અથાણું બનાવીએ...👍

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
એક વિક 4વ્યક્તિ
  1. 1 કપસૂકી મેથી(પલાળેલી)
  2. 1 કપતેલ
  3. 3/4 કપઅથાણાં નો મસાલો(પોણો કપ)
  4. 1 ચમચીહિંગ
  5. 1 ચમચીહળદર
  6. 1/4 કપકાશ્મીરી લાલ મરચું
  7. 2 ચમચીઆમચૂર પાઉડર
  8. મીઠું જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ સૂકી મેથી લઈ લો....મેથીને બે થી ત્રણ પાણી વડે ધોઈને સાફ કરી લો....ત્યાર બાદ મેથી ડૂબે તેની એક ઈંચ ઉપર સુધી પાણી વડે પલાળીને ઢાંકીને 8 થી દસ કલાક પલાળીને રાખો....

  2. 2

    10 કલાક પલાળીને રાખેલી મેથી ને ચારણીમાં કાઢી ને પાણી નિતારી લો....હવે ચારણી માં ઢાંકીને બીજા 8 થી 10 કલાક sprout થવા મુકો...જો sroutmaker હોય તો તેમાં પણ રાખી શકો....ખૂબ સરસ ઉગી જશે...મોન્સૂન માં આ પ્રોસેસ ખૂબ ઝડપથી થાય છે...

  3. 3

    હવે આપણી મેથીની sprout પ્રોસેસ થઈ ગઈ છે એટલે એક કડાઈમાં 1/2 કપ તેલ ગરમ કરવા મુકો...તળવા માટે જે ટેમ્પરેચર હોય તેટલું ગરમ થાય એટલે તેમાં મેથી ઉમેરી ઝડપથી એક મિનિટ સોતે કરો એટલે પાણી નો ભાગ શોષાઈ જશે...એક મિનિટ પછી તરત જ ગેસ બંધ કરો....હળદર અને હિંગ ઉમેરો....મિક્સ કરી ઠંડુ થવા દો...

  4. 4

    મિશ્રણ ઠંડુ થયા પછી અથાણાં નો મસાલો....કાશ્મીરી લાલ મરચું પાઉડર.....આમચૂર પાઉડર....મીઠું બધુજ ઉમેરો....બાકીનું 1/2 કપ તેલ ઉપરથી રેડી કાચની જારમાં અથાણું ભરી લો...મેં શીંગતેલ વાપર્યું છે...તેના સિવાય નું તેલ વાપરવું હોય તો પહેલા ગરમ કરી...પછી ઠંડુ થાય એટલે રેડવું......આ અથાણું બે ત્રણ દિવસ બહાર સારું રહી શકે છે વધારે દિવસ..(એક વિક) રાખવું હોય તો ફ્રીઝમાં રાખવું....

  5. 5

    તો તૈયાર છે આપણું ફણગાવેલી મેથીનું અથાણું..અથાણાં ના કચોળા માં સર્વ કરો...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sudha Banjara Vasani
Sudha Banjara Vasani @SudhaFoodStudio51
પર
Ahmedabad(Gujarat) INDIA 🇮🇳
Cooking is my mother's blessings for me🙏
વધુ વાંચો

Similar Recipes