મેંદુ વડા (સાઉથ ઇન્ડિયન રેસીપી)(Medu vada Recipe In Gujarati)

Parul Hitesh
Parul Hitesh @cook_26040779
Junagdha

મેંદુ વડા (સાઉથ ઇન્ડિયન રેસીપી)(Medu vada Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

બેથી ત્રણ કલાક
ત્રણ લોકો માટે
  1. 1 મોટી વાટકી અડદની દાળ (ફોતરા વગરની)
  2. 3 ઝીણા સમારેલા લીલા મરચા
  3. 1/2 ચમચી મરી પાઉડર
  4. 1 ચમચીહિંગ
  5. 2નાની ડુંગળી
  6. 10 - 12 મીઠા લીમડાના પાન
  7. જરૂર મુજબ તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

બેથી ત્રણ કલાક
  1. 1

    સૌપ્રથમ અડદની દાળને દસથી બાર કલાક પલાળવી દાળ પલાળી જાય એટલે તેમાંથી બધું પાણી કાઢી અને દાળને ચારથી પાંચ વાર ચોખ્ખા પાણી થી ધોઈ લેવી આ દાળને મિક્સર માં ક્રશ કરી લેવી બ્રશ કરતી વખતે દાળમાં એકથી બે ચમચી પાણી રેડવું

  2. 2

    ત્યારબાદ અડદની દાળના મિશ્રણને એક બાઉલમાં કાઢી લેવું પછી તેમાં સ્વાદ અનુસાર નમક ઉમેરો પછી તેમાં જીરૂ નાખવું મરી પાઉડર તથા ઝીણા સમારેલા મરચાં ડુંગળી હિંગ નાખવા ત્યારબાદ લીમડાના પાનને હાથી ના નાના ટુકડા કરી મિશ્રણમાં નાખવા ત્યારબાદ મિશ્રણને બરાબર હલાવો

  3. 3

    ત્યારબાદ ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવું ત્યાર બાદ ગરમ થાય એટલે હાથ પર પાણી લગાવી મેંદુ વડા તૈયાર કરવા ત્યારબાદ મેંદુ વડા કડાઈમાં મુકતી વખતે ગેસ ધીમો કરી અને અંદર મૂક્યા પછી ગેસને મીડીયમ રાખી બંને બાજુ બ્રાઉન કલરના શેકાઈ ગયા બાદ કાઢી લેવા

  4. 4

    આ રીતે સાઉથ ઇન્ડિયન રેસીપી મેંદુ વડા તૈયાર છે તેને નાળિયેરની ચટણી સંભાર સાથે સર્વ કરી શકાય

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Parul Hitesh
Parul Hitesh @cook_26040779
પર
Junagdha

Similar Recipes