આલુ મસાલા સેન્ડવીચ (Aloo Masala Sandwich Recipe In Gujarati)

Bhakti Adhiya
Bhakti Adhiya @cook_20834269

#GA4#Week3#Sandwich
સૌથી સરળ અને નાના મોટા સૌ કોઈ ને ભાવતી આ આલૂ મસાલા સેન્ડવિચ ખૂબ જ સરસ લાગે છે. લંચ બોક્સ માં પણ બાળકો લઈ જાઈ શકે છે.😋😋

આલુ મસાલા સેન્ડવીચ (Aloo Masala Sandwich Recipe In Gujarati)

#GA4#Week3#Sandwich
સૌથી સરળ અને નાના મોટા સૌ કોઈ ને ભાવતી આ આલૂ મસાલા સેન્ડવિચ ખૂબ જ સરસ લાગે છે. લંચ બોક્સ માં પણ બાળકો લઈ જાઈ શકે છે.😋😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ minute
૨ વ્યક્તિ
  1. બ્રેડ પેકેટ
  2. બટેટા બાફેલા
  3. ૨ ચમચીઆદુ મરચા લસણ ની પેસ્ટ
  4. ડુંગળી ચોપ કરેલી
  5. ૧ ચમચીકિચન કિંગ મસાલો
  6. ૧/૪ ચમચીહળદર
  7. ૧ ચમચીધાણાજીરૂ
  8. ૧ ચમચીલાલ મરચું
  9. સ્વાદાનુસારમીઠું
  10. જરૂર મુજબમાયોનીસ
  11. જરૂર મુજબલીલી ચટણી
  12. જરૂર મુજબકેચ અપ
  13. ૩ ચમચીઘી
  14. ૧ ચમચીતેલ
  15. ૧ ડાળી મીઠું લીમડો

રાંધવાની સૂચનાઓ

૩૦ minute
  1. 1

    સૌ પ્રથમ બટેટા બાફી મેષ કરી લેવા.ત્યારબાદ આદુ મરચા લસણ ની પેસ્ટ,ડુંગળી રેડી કરો.

  2. 2

    એક કડાઈ મા તેલ મૂકી તેમાં ડુંગળી,આદુ મરચા લસણ ની પેસ્ટ ૩ મિનિટ સાંતળો.ત્યારબાદ તેમાં બધા મસાલા ઉમેરો.અને છેલ્લે બટેટા ઉમેરો.બધું સરખું મિક્સ કરો લો.

  3. 3

    હવે બ્રેડ લઈ ને એક બાજુ લીલી ચટણી લગાવો.બીજી બ્રેડ માં માયોનિસ લગાવો.ત્યારબાદ બટેટા ના મસાલો ભરી દો.ઉપર ઘી લગાવી ને પછી ગ્રિલ કરવા મૂકો.

  4. 4

    ગ્રિલ મશીન માં સેન્ડવીચ ગ્રિલ કરી લો.ગરમ ગરમ કેચઅપ અને લીલી ચટણી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhakti Adhiya
Bhakti Adhiya @cook_20834269
પર

Similar Recipes