ચીઝ બટર તવા સેન્ડવીચ (Cheese Butter Tawa Sandwich Recipe In Gujarati)

Nehal Gokani Dhruna
Nehal Gokani Dhruna @Nehal_Gokani_Dhruna
Vadodara

#NSD
♥હેપ્પી સેન્ડવીચ ડે♥નાના મોટા સૌ ને ભાવતી સેન્ડવીચ, ગ્રીલ,વેજીટેબલ સેન્ડવીચ બહુ બનાવી છે એટલે મૈ પેલી વાર સેન્ડવીચ તવા માં બનાવા ની ટ્રાય કરી છે અને ટેસ્ટી પણ બહુ જ બની છે 😍

ચીઝ બટર તવા સેન્ડવીચ (Cheese Butter Tawa Sandwich Recipe In Gujarati)

#NSD
♥હેપ્પી સેન્ડવીચ ડે♥નાના મોટા સૌ ને ભાવતી સેન્ડવીચ, ગ્રીલ,વેજીટેબલ સેન્ડવીચ બહુ બનાવી છે એટલે મૈ પેલી વાર સેન્ડવીચ તવા માં બનાવા ની ટ્રાય કરી છે અને ટેસ્ટી પણ બહુ જ બની છે 😍

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મીનિટ
2 વ્યકિત માટે
  1. 1પેકેટ બ્રેડ
  2. 1પેકેટ અમુલ બટર
  3. 1ક્યુબ અમુલ ચીઝ
  4. 5-7 નંગબાફેલા બટેટા
  5. 4 નંગડુંગળી
  6. 1 નાની વાટકીઆદુ મરચા ની પેસ્ટ
  7. 3પાવડા તેલ
  8. 1 ચમચીમરચુ પાઉડર
  9. 1 ચમચીધાણાજીરૂ
  10. 1/2 ચમચીહળદર
  11. સ્વાદઅનુસારમીઠું
  12. 2 ચમચીખાંડ
  13. 1લીબું
  14. 1 નાની વાટકીકોથમીર
  15. 1 વાટકીલીલી ચટણી
  16. 1 વાટકીટમેટો કેચપ

રાંધવાની સૂચનાઓ

45 મીનિટ
  1. 1

    એક પેકેટ બ્રેડ લો પછી બટર,ચીઝ,આદુમરચા ની પેસ્ટ & ડુંગળી સમારી લો આ રીતે બધી સામગ્રી તૈયાર રાખો

  2. 2

    ત્યારબાદ બટેટા ને બાફી મેશ કરી લો

  3. 3

    પછી એક કડાઈ તેલ મુકો તેલ ગરમ થાય એટલે આદુમરચા ની પેસ્ટ નાખો ત્યારબાદ ડુંગળી નાખી સાતળી લો ડુંગળી લાઈટ ગુલાબી રંગ થાય ત્યા સુધી સાતળો

  4. 4

    ત્યારબાદ બટેટા નો છુંદો નાખો પછી તેમા મરચુ,મીઠું,હળદર,ધાણાજીરૂ,ખાંડ & લીબું નાખો અને બધા મસાલા નાખી 2 મીનિટ ગેસ પર ધીમા તાપે ચડવા દો

  5. 5

    ત્યારબાદ કોથમીર નાખી મસાલા ને ઠંડુ થવા દો પછી એક બ્રેડ પર લીલીચટણી & એક બ્રેડ પર ટોમેટો સોસ લગાવો

  6. 6

    ત્યારબાદ બ્રેડ પર મસાલો નાખી ચીઝ ખમણી ને નાખો પછી તેના પર બીજી બ્રેડ રાખો

  7. 7

    ત્યારબાદ એક પેન માં અમુલ બટર લગાવી બંને બાજુ બ્રેડ બ્રાઉન કલર થાય ત્યા સુધી સેકી લો અને જરૂર મુજબ બને બાજુ બટર લગાવો

  8. 8

    તૈયાર છે ચીઝ બટર તવા સેન્ડવીચ તેને એક પ્લેટ માં લીલીચટણી & ટમેટો સોસ જોડે સર્વ કરો

  9. 9

    સેન્ડવીચ ને હાર્ટ સેઈપ માં કટ કરી સર્વ કરો ગમે તે મન પસંદ સેઈપ આપી શકાય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nehal Gokani Dhruna
Nehal Gokani Dhruna @Nehal_Gokani_Dhruna
પર
Vadodara

Similar Recipes