ચીલી પનીર ગ્રેવીમાં (chilli Paneer with Gravy recipe gujarati)

sonal Trivedi
sonal Trivedi @cook_26227427
Vadodara
શેર કરો

ઘટકો

45 મીનીટ
3લોકો
  1. 150 ગ્રામપનીર
  2. 1 નંગકેપ્સીકમ
  3. 1 નંગડુંગળી
  4. 1 નાની વાટકીલીલી ડુંગળી
  5. 1 નંગટામેટુ
  6. 7-8 નંગલસણ ઝીણાં સમારેલા
  7. 1/2ઈંચ આદુ નો ટુકડો
  8. 2-3 નંગલીલા મરચાં
  9. 1 ચમચીસોયા સોસ
  10. 1 ચમચીરેડ ચીલી સોસ
  11. 1 ચમચીગ્રીન ચીલી સોસ
  12. 1 ચમચીસેઝવાન સોસ
  13. 1 ચમચીટોમેટો કેચઅપ
  14. 1/2 નાની ચમચીવીનેગાર
  15. 2 ચમચીકોનૅ ફલોર પનીર કોટીંગ માટે
  16. 3 ચમચીમેંદો પનીર કોટીંગ માટે
  17. 1 ચમચીકોનૅ ફલોર ગ્રેવી માટે
  18. પાણી જરૂર મુજબ
  19. તેલ તળવા માટે
  20. મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

45 મીનીટ
  1. 1

    સૌ પ્રથમ પનીર ના ચોરસ આકાર આપી કટ કરો.

  2. 2

    હવે કેપ્સીકમ, ડુંગળી, લસણ, આદુ, લીલા મરચાં, ટામેટા, લીલી ડુંગળી ને ઝીણાં સમારી લો

  3. 3

    કોનઁ ફલોર અને મેંદો ભેગા કરી પનીર ઊપર કોટીંગ કરી દો.

  4. 4

    હવે એક પેનમાં તેલ ગરમ કરી તેમાં પનીર ને સેલો ફ્રાય કરી દો.

  5. 5

    ફરી થી પેનમાં તેલ ગરમ કરી તેમાં લસણ અને આદુ ઊમેરી 2 મીનીટ સુધી કુક થવા દો. ત્યાર બાદ તેમાં ડુંગળી અને લીલા મરચાં ઊમેરી 3 - 4 મીનીટ સુધી કુક થવા દો. પછી તેમાં કેપ્સીકમ ઊમેરી 2 - 3 મીનીટ સુધી કુક થવા દો.

  6. 6

    ત્યાર બાદ તેમાં ટામેટા અને લીલી ડુંગળી ઊમેરી મીઠું સ્વાદ અનુસાર ઊમેરી હલાવી ટામેટા ઓગળી જાય ત્યા સુધી ચડવા દો. પછી તેમાં સોયા સોસ, ગ્રીન ચીલી સોસ, રેડ ચીલી સોસ, સેઝવાન સોસ, વીનેગાર ઊમેરી હલાવી દો.

  7. 7

    પછી તેમાં કોનઁ ફલોર ને પાણી ઓગાળી અડધો કપ જેટલું પાણી ઊમેરી હલાવી દો થોડી વાર ઊકડવા દો. પછી તેમાં પનીર ઊમેરી 2 - 3 મીનીટ સુધી કુક થવા દો.

  8. 8

    હવે સવિઁગ બાઉલ માં કાઢી લીલી ડુંગળી વડે સજાવટ કરો અને સવઁ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
sonal Trivedi
sonal Trivedi @cook_26227427
પર
Vadodara
cooking is an art, cooking is like love, painting and writing songs..................
વધુ વાંચો

Similar Recipes