દાળના પાતરાં  :::  (Dal na Patra recipe in Gujarati )

વિદ્યા હલવાવાલા
વિદ્યા હલવાવાલા @Vidhya1110
સુરત
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

--------
૪ જણ માટે
  1. 500 ગ્રામઅળવીના પાન
  2. 500 ગ્રામચોળાની દાળ
  3. 4-5ચમચા લીલાં મરચાં ની પેસ્ટ
  4. 3ચમચા આદુની પેસ્ટ
  5. 2 ચમચીહીંગ
  6. 1/2 ચમચીખાવાનો સોડા
  7. મીઠું સ્વાદાનુસાર
  8. તેલ જરૂર મુજબ
  9. 5-6 નંગલીંબુ
  10. 2કાંદાની કચુંબર
  11. કોથમીરની ચટણી

રાંધવાની સૂચનાઓ

--------
  1. 1

    ચોળાની દાળ ને ધોઈ ને ૪- ૫ કલાક પલાળી ને પછી મિક્સીમાં વાટી લેવી, પછી એક ખલમા બરાબર હલકી થાય ત્યાં સુધી ઘૂંટી લેવી.અળવીના પાન ની નસો કાપી ધોઈ ને નીતરતા કરવાં.

  2. 2

    દાળ ઘૂંટીને તૈયાર થાય એટલે મોટી કથોકમા કાઢી હાથ વડે ફીણવી,પછી તેમાં લીલા મરચાં ની પેસ્ટ, આદુની પેસ્ટ, હીંગ, સોડા અને મીઠું સ્વાદાનુસાર નાખી, દાળને ફરી ફીણી લેવી.

  3. 3

    હવે પાન પર દાળનું મિશ્ચણ ચોપડી પાતરાની બીડીઓ તૈયાર કરવી.

  4. 4

    બીડી વાળીને તૈયાર છે, એક ઢોકળીયા મા પાતરાની બીડીને ગોઠવી ઉપર થી બધી બીડી પર એક એક ચમચો તેલ રેડી ૨૦ મિનિટ માટે બાફવા.પાતરાં તૈયાર છે.

  5. 5

    પાતરાં ને એક ડિશમાં પતલા કાપી ઉપરથી ૨ ચમચા તેલ અને એક લીંબુ નિચોવી, કાંદાની કચુંબર અને કોથમીર ની ચટણી સાથે સર્વ કરવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
વિદ્યા હલવાવાલા
પર
સુરત

Similar Recipes