કઢી(Kadhi Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પેહલા કઢી બનાવવાની બધી સામગ્રી તૈયાર કરી લો.
- 2
હવે સૌથી પહેલા તપેલીમાં દહીં અને ચણાનો લોટ લો અને whisk ની મદદથી બરાબર મિક્સ કરો.
- 3
દહીં અને ચણાનો લોટ બરાબર મિક્સ થઈ જાય એટલે તેની અંદર બે થી અઢી કપ જેટલું પાણી ઉમેરો.
- 4
પાણી ઉમેર્યા પછી બધી જ સામગ્રીને ફરીથી મિક્સ કરો.
- 5
હવે તૈયાર થયેલા કઢી ના મિશ્રણમાં ૧/૪ ચમચી હળદર ઉમેરો અને ગેસ પર ગરમ કરવા માટે મૂકો. ગેસની આંચ ધીમી તાપમાને રાખો.
- 6
કઢી નું મિશ્રણ થોડું ગરમ થાય એટલે તેમાં સ્વાાનુસાર મીઠું ઉમેરો.
- 7
હવે ખલમાં આદુ મરચાં અને લસણ ને લઈને તેને અધકચરા વાટી લો.
- 8
એક ચમચી વાટેલા આદુ મરચાં અને લસણ લસણને તૈયાર કરેલા કઢી નામિશ્રણમાં ઉમેરો.
- 9
હવે ફરીથી તૈયાર થયેલું કડી નું મિશ્રણ બરાબર હલાવી લો.
- 10
હવે ગેસની આંચ ધીમી થી મધ્યમ તાપમાન ઉપર રાખી કઢીના મિશ્રણને બરાબર ઉકળવા દો.
- 11
૧૫ મિનિટ સુધી ઉકાળો. વચ્ચે વચ્ચે કઢી ના મિશ્રણને હલાવતા રહો.
- 12
૧૫ મિનિટ પછી તેમાં સ્વાદ અનુસાર ગોળ ઉમેરો.
- 13
હવે બીજા ગેસ પર વધાર્યા માં તેલ લઇ તેને ગરમ કરવા માટે મૂકો.
- 14
તેલ ગરમ થાય એટલે તેની અંદર જીરું હિંગ અને મીઠા લીમડાના પાન ઉમેરો.
- 15
તરત જ વઘાર તૈયાર થયેલા કઢીના મિશ્રણમાં ઉમેરી દો.
- 16
હવે કઢી કડછા ની મદદથી હલાવી લો.
- 17
એક મિનિટ પછી તૈયાર થયેલી કઢી ને ગેસ ઉપરથી ઉતારી લો.
- 18
તૈયાર છે સ્વાદિષ્ટ ગુજરાતી કઢી.
- 19
અહીંયા મેં કઢીને ખીચડી અને પાપડ સાથે સર્વ કરી છે તમે તેને રાઈસ સાથે કે પકોડા સાથે પણ સર્વ કરી શકો છો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
ભીંડાની કઢી (Bhinda ni Kadhi Recipe in Gujarati)
#સુપરશેફ1#goldenapron3 #week25 #Satvik#માઇઇબુક #પોસ્ટ૨૩આ વાનગી જ્યારે પણ ભીંડાનું શાક બચ્યું હોય એટલે સાંજે ભીંડાની કઢી બનાવવાનું નક્કી. Urmi Desai -
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
ગુજરાતી લગ્ન પ્રસંગે જમણવારમાં કઢી બનાવવામાં આવે છે.લગ્ન પ્રસંગે બનતી ખાટી-મીઠી કઢી એકદમ ટેસ્ટી લાગતી હોય છે.આજે મેં એવી કઢી બનાવવાનો પ્રયત્ન કર્યો છે.#LSR Vibha Mahendra Champaneri -
-
-
લસણ વાળી કઢી (Lasan Vali Kadhi Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપી#LB : લસણ વાળી કઢીઆજે લંચ બોક્સ રેસિપી માં કઢી ખીચડી બનાવ્યા. લસણવાળી ગરમ ગરમ કઢી ખીચડી સાથે ખાવા ની મજા આવે. Sonal Modha -
-
-
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
#AM1 આજે હું અહીંયા ગુજરાતી કઢી બનાવું છું. ખાટી મીઠી કઢી ટેસ્ટમાં ખુબ જ સરસ લાગે છે. Nita Prajesh Suthar -
કઢી(Kadhi Recipe in Gujarati)
week4 ગુજરાતી કઢી આ કઢી હું મારી મમ્મી પાસેથી શીખી છું એમસ્ત બનાવતી હતી. Smita Barot -
-
લસણ વાળી કઢી (Lasan Vali Kadhi Recipe In Gujarati)
અમારા ઘરે દરરોજ દાળ ભાત મગ ભાત બને જ ક્યારેક ગરમ ગરમ લસણવાળી કઢી ખિચડી સાથે ખાવાની મજા આવે.તો આજે મેં લસણ વાળી કઢી બનાવી. Sonal Modha -
-
કાઠિયાવાડી કઢી (Kathiyawadi Kadhi Recipe In Gujarati)
#ROK#Cookpadindia#Cookpadgujaratiશીયાળામાં ગરમાગરમ કાઠીયાવાડી કઢી ને ખીચડી, બાજરીના રોટલા, રીંગણા નો ઓળો, છાશ પાપડ, મરચું નું અથાણું અને લીલી ડુંગળી સાથે ટેસ્ટી લાગે છે. Ranjan Kacha -
ભરેલા ભીંડાની કઢી (Stuffed Bhinda Kadhi Recipe In Gujarati)
#EB#Week1 આપણા ગુજરાતી ઘર માં રોજ અલગ અલગ શાક બનતા હોય છે...અને આ અલગ અલગ શાક ને પણ અલગ અલગ રીતે બનાવવા માં આવે છે...તો ભીંડા પણ એમાંથી એક એવું શાક છે . જે દરેક ના ઘરમાં અલગ અલગ સ્વાદ અને રીત મુજબ બનાવવામાં આવે છે ..જેમ કે પંજાબી રીતે , સૂકા બનાવીને , ક્રિસ્પી રીતે અને મસાલા ભરીને બનાવે છે. અહી મે ભીંડા ને મસાલા ભરી ને તેની કઢી બનાવીને એકદમ સ્વાદિષ્ટ વાનગી બનાવી છે. આ કઢી ને ખીચડી સાથે ખાવાની મજા આવે છે. Daxa Parmar -
-
-
સેવ ટામેટાનું શાક (sev tomato Shaak Recipe in Gujarati)
#GA4#week4#Gujarati Bhavita Mukeshbhai Solanki -
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
#AM1#CookpadIndia#Cookpadgujarati#Cookpad આખા ભારતમાં વિવિધ રાજ્યોમાં જુદા જુદા પ્રકારની કઢી બને છે, ક્યાંક પકોડાવાળી કઢી તો ક્યાંક બૂંદીવાળી. પરંતુ આ બધી જ કઢીમાં ગુજરાતી કઢીની વાત જ અનોખી છે. આ કઢીનો ખાટો-મીઠો ટેસ્ટ બધાને દાઢમાં રહી જાય એવો હોય છે. કઠોળ બનાવ્યા હોય કે પછી ખીચડી કે રોટલા હોય, તેની સાથે ટેસ્ટી કઢી બની હોય તો ખાવાની મજા બમણી થઈ જાય છે. કઢી એ દહીં કે છાશમાંથી બનતી સૂપ કે દાળ જેવી તરલ વાનગી છે. કઢી સંપૂર્ણ ભારતમાં બનાવવામાં આવે છે. તેને ખીચડી અથવા ભાત સાથે ખવાય છે. ગુજરાતી ભોજન કે ગુજરાતી થાળીમાં કઢી અવશ્ય હોય છે. Komal Khatwani -
મહારાષ્ટ્રીયન કઢી (Maharashtrian kadhi Recipe In Gujarati)
સામાન્ય રીતે કઢીમાં પ્રદેશ મુજબ વિવિધતા જોવા મળે છે. કઢી બનાવવાની અનેક પધ્ધતિ હોવા છતાં તેને ખીચડી, ભાત અથવા રોટલા અને ભજીયા સાથે સાઈડ ડ્રિંક તરીકે પીરસવામાં આવે છે. અહીં મેં મહારાષ્ટ્રમાં બનતી કઢીની રેસીપી રજૂ કરી છે. આ કઢી બનાવામાં વાટેલો તાજો લીલો મસાલો ઉમેરવામાં આવે છે. દહીંમાં તાજો મસાલો અને ઘીની સુગંધ ભળવાને કારણે આ કઢી સ્વાદિષ્ટ લાગે છે. ભારે શરદી કે કફ થયો હોય ત્યારે આ કઢી ગરમા-ગરમ પીવાથી શરદીનો કોઠો છુટ્ટો પડે છે અને ગળામાં રાહત પણ અનુભવાય છે.#Maharashtriankadhi#healthydrinkrecipe#kadhi#cookpadgujarati#cookpadindia Mamta Pandya -
-
-
ગુજરાતી કઢી
#દાળકઢીઆપણે ગુજરાતી ખાટી મીઠી કઢી ખાઈએ છીએ. દરેક શહેરમાં કઢીનો સ્વાદ અલગ અલગ હોય છે. જેમ કે આપણા ગુજરાતમાં કઢીમાં ખટાશ સાથે ગળપણ નો પણ સ્વાદ હોય છે. અને રાજસ્થાન માં કઢી કે રાયતું હોય એમાં ખટાશ જ હોય છે ગળપણ નહીં. રાજસ્થાનમાં કોઇ દાળ શાક કે કઢીમાં ગળપણ નથી ઉમેરાતુ એવી જ રીતે આપણા ગુજરાત માં બધાં જ શાક કે દાળ ખટમીઠાં જ હોય છે. વર્ષા જોષી
More Recipes
ટિપ્પણીઓ (2)