પનીર ટીક્કા મસાલા(Paneer tikka Masala Recipe in Gujarati)

Payal Rughani Mansata
Payal Rughani Mansata @cook_26334277

પનીર ટીક્કા મસાલા(Paneer tikka Masala Recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
4 સર્વિંગ્સ
  1. 6 નંગમોટા સમારેલા ટામેટાં
  2. 8 નંગમોટી સમારેલી ડુંંગળી
  3. 4 નંગલીલા મરચાં
  4. 1 કપકેપ્સિકમ
  5. 8 ટેબલ સ્પૂનતેેેલ
  6. 2 નંગજીણી સમારેલી ડુંગળી
  7. 1 નંગતજ,તમાલપત્ર,લવિંગ
  8. 7 ટેબલ સ્પૂનમરચાં પાઉડર
  9. 2ટેબલ સ્પૂનહળદર
  10. સ્વાદાનુસાર નમક
  11. 2 ટેબલ સ્પૂનધાણાજીરું
  12. 2 ટેબલ સ્પૂનગરમ મસાલો
  13. 5 ટેબલ સ્પૂનપનીર ટીક્કા મસાલો
  14. 4 ટેબલ સ્પૂનદહીં
  15. 3 ટેબલ સ્પૂનબેસન
  16. 1/2 ટેબલ સ્પૂનઅજમો
  17. 2 કપપનીર ના પીસીસ

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    ડુંગળી,ટામેટા અને મરચાં ને થોડા મોટા સમારવા.

  2. 2

    એક પેન માં 2 ટેબલ ચમચી તેલ ગરમ મૂકી તેમાં ડુંગળી,ટામેટાં અને મરચાં ને સાંતળવા. સંતાળાઈ ગયા બાદ ઠંડા થવા દેવા.

  3. 3

    ત્યાર બાદ મિક્સચર માં તેની ગ્રેવી કરવી...

  4. 4

    હવે એક પેન માં તેલ ગરમ કરી જીણી સમારેલી ડુંગળી સાંતળવી.

  5. 5

    ત્યાર બાદ તેમાં તમાલપત્ર, તજ અને લવિંગ મૂકવુ.

  6. 6

    ડુંગળી સાતળાઈ ગયા બાદ તેમાં તૈયાર કરેલી ગ્રેવી ઉમેરી અને મિક્સ કરી નાખવી....તેમાં 3 ટેબલ ચમચી મરચાં પાઉડર, 1 ટેબલ ચમચી હળદર,1 ટેબલ ચમચી નમક, 1 ટેબલ ચમચી ધાણાજીરું,1 ટેબલ ચમચી ગરમ મસાલો ઉમેરવો.

  7. 7

    ગેસ ઉપર ગ્રેવી ધીમા તાપે રાખવી 10 મિનિટ રાખવી.

  8. 8

    સાઈડ માં બીજા એક બાઉલ માં દહીં લેવું....તેમાં બેસન ઉમેરવો.

  9. 9

    મરચાં પાઉડર,હળદર,નમક,ધાણાજીરું,ગરમ મસાલો,પનીર ટીક્કા મસાલો અને અજમો ઉમેરવો

  10. 10

    ત્યાર બાદ તેને બરાબર રીતે મિક્સ કરી લેવું

  11. 11

    તેમાં પનીર ના ટુકડા ઉમેરવા...પછી મોટી સુધારેલી ડુંગળી અને કેપ્સિકમ ઉમેરી બરાબર મિક્સ કરી લેવું

  12. 12

    ત્યારબાદ એક નોન સ્ટિક પેન માં તેલ ગરમ કરી ને તૈયાર કરેલ પનીર મિક્સ ને 10 મિનીટ સુધી પકાવવું.

  13. 13

    તૈયાર થઈ ગયા બાદ આ મિક્સચર ને આપણે રેડી કરેલી ગ્રેવી માં ઉમેરી બરાબર રીતે મિક્સ કરી લેવું અને 2 કપ જેટલું પાણી ઉમેરવુ અને પનીર ટીક્કા મસાલો ઉમેરવો અને ગ્રેવી ધીમા તાપે થવા દેવી.

  14. 14

    ઉપર ચીઝ સ્પ્રેડ કરી ગરમ ગરમ પનીર ટીક્કા મસાલા પીરસવું....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Payal Rughani Mansata
Payal Rughani Mansata @cook_26334277
પર

ટિપ્પણીઓ

Similar Recipes