સ્પ્રાઉટસ્ ઢોકળા (Sprout Dhokla Recipe In Gujarati)

Nishita Bhatt
Nishita Bhatt @cook_26617311
શેર કરો

ઘટકો

 ૨૨ મિનિટ  
૧૨ ટુકડા માટે
  1. ૧ કપફણગાવેલા મગ
  2. ૧/૪ કપઝીણી સમારેલી પાલક
  3. લીલા મરચાં, ટુકડા કરેલા
  4. સ્વાદાનુસારમીઠું
  5. ૨ ટેબલસ્પૂનચણાનો લોટ
  6. ૧ ટીસ્પૂનખાવાની સોડા
  7. ૧ ટેબલસ્પૂનતેલ
  8. ૧ ટીસ્પૂનતલ
  9. ૧/૨ ટીસ્પૂનહીંગ
  10. ૩-૪ કડીપત્તા
  11. ૧ ટીસ્પૂનઝીણા સમારેલા લીલા મરચાં
  12. જરૂર મુજબ તેલ, ચોપડવા માટે
  13. જરૂર મુજબ પીરસવા માટે લીલી ચટણી

રાંધવાની સૂચનાઓ

 ૨૨ મિનિટ  
  1. 1

    સ્પ્રાઉટસ્ ઢોકળા ની રેસીપી બનાવવા માટે મિક્સરના જારમાં ફણગાવેલા મગ, પાલક અને લીલા મરચાં મેળવી તેમાં થોડું પાણી ઉમેરી સુંવાળી પેસ્ટ તૈયાર કરો.

  2. 2

    આ પેસ્ટને એક બાઉલમાં રેડીને તેમાં મીઠું, ચણાનો લોટ અને સાથે ૧/૪ કપ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી, રેડી શકાય તેવું ખીરૂં તૈયાર કરો.

  3. 3

    હવે તેને બાફવા માટે મૂક્તા પહેલા, તેમાં ખાવાની સોડા અને ૨ ટીસ્પૂન પાણી ઉમેરી લો.

  4. 4

    જ્યારે ખીરામાં પરપોટા બનતા થાય ત્યારે તેને હળવા હાથે મિક્સ કરી લો

  5. 5

    તે પછી ખીરાને ૧૭૫ મી. મી. (૭”)ની તેલ ચોપડેલી થાળીમાં રેડી, થાળીને ગોળ ફેરવી ખીરૂં સરખી રીતે પથરાઇ જાય તે રીતે ફેરવી લો.

  6. 6

    આમ તૈયાર થયેલી થાળીને બાફવાના સાધનમાં મૂકી, ૧૦ થી ૧૨ મિનિટ સુધી અથવા ઢોકળા રંધાઇ જાય ત્યાં સુધી બાફી લો.

  7. 7

    હવે એક નાના પૅનમાં તેલ ગરમ કરી તેમાં તલ, હીંગ, કડીપત્તા અને લીલા મરચાં મેળવી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.

  8. 8

    આ વઘારને ઢોકળાની થાળી ઉપર રેડીને ઢોકળાને થોડા ઠંડા થવા દો. તે પછી ચપ્પુ વડે તેના ચોરસ ટુકડામાં કાપી લો

  9. 9

    તરત જ લીલી ચટણી સાથે પીરસો.

  10. 10

    હાથવગી સલાહ:

    ઢોકળાને લગભગ ૩૦ સેકંડ સુધી ઠંડા પાડવા માટે મૂકવા જેથી તેના સહેલાઇથી ટુકડા કરી શકાય

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nishita Bhatt
Nishita Bhatt @cook_26617311
પર

Similar Recipes