લસણીયા રોટલો અને ઓળો (Garlic Rotla And Olo Recipe In Gujarati)

Avani Tanna
Avani Tanna @cook_25969033
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 min
2 servings
  1. 200 ગ્રામલીલુ લસણ
  2. 4 ટેબલ સ્પૂનઘી
  3. 4 કપબાજરા નો લોટ
  4. 1 ટેબલ સ્પૂનમીઠું
  5. ઓળો બનાવવા માટે
  6. 4 નંગરીંગણાં
  7. 2 નંગટામેટાં
  8. 150 ગ્રામલીલી ડુંગળી
  9. 1 ટેબલ સ્પૂનઆદુ મરચાની પેસ્ટ
  10. 1/2 ટેબલ સ્પૂનમીઠું
  11. 1 ટેબલ સ્પૂનમરચું પાઉડર
  12. 1/4 ટેબલ સ્પૂનહળદર
  13. 1/4 ટેબલ સ્પૂનહિંગ
  14. 1 કપકોથમીર
  15. 4 ટેબલ સ્પૂનતેલ

રાંધવાની સૂચનાઓ

45 min
  1. 1

    સૌપ્રથમ રોટલા તૈયાર કરી તે દરમિયાન સાઈડમાં એક લોખંડ ની કઢાઈ ગરમ કરવા મૂકી દો.

  2. 2

    કડાઈ ગરમ થઇ જાય એટલે તેમાં બે ચમચી તેલ નાખી ને લસણ પાથરી ને મીઠું નાખી દો.

  3. 3

    ત્યારબાદ તેના પર રોટલા નાખી ઢાંકણ વડે ઢાકી દો.

  4. 4

    ત્યારબાદ તેના પર ગરમ ઘી રેડો.

  5. 5

    ત્યારબાદ તવિતાથી રોટલાને ક્રસ કરી અને ચુરમું તૈયાર કરી લો.

  6. 6

    ઓળો બનાવવા માટે રીંગણા ને શેકી લ્યો

  7. 7

    ત્યારબાદ તેની છાલ કાઢીને તેને ક્રશ કરી લો

  8. 8

    ત્યારબાદ એક કડાઈમાં તેલ મૂકી તેમાં આદુ મરચાં,લસણ, ડુંગળી, ટામેટા નાખીને ચડવા દો.

  9. 9

    ત્યારબાદ તેમાં ક્રશ કરેલી રીંગણા અને ધાણાભાજી એડ કરીને ચડી જાય એટલે સર્વિંગ બાઉલમાં લસણીયા રોટલો સાથે સર્વ કરી લેવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Avani Tanna
Avani Tanna @cook_25969033
પર

ટિપ્પણીઓ (2)

SHRUTI BUCH
SHRUTI BUCH @cook_shru1972
તમારું જોઈ મને પણ આ મેનુ બનાવવા મન થયું ને બનાવ્યું

Similar Recipes