સ્પ્રાઉટસ ઢોકળા(Sprouts Dhokla Recipe In Gujarati)

DhaRmi ZaLa
DhaRmi ZaLa @cook_dharmi_2021

#ઓગસ્ટ #પોસ્ટ 2
ઢોકળા એક ગુજરાતી વાનગી છે જે ઓછી કેલરી ધરાવે છે અને આજકાલ સર્વસામાન્ય રીતે વિશ્વમાં પણ તે પ્રખ્યાત છે.
આ સ્પ્રાઉટસ્ ઢોકળા ખૂબજ આરોગ્યદાયક છે અને પૌષ્ટિક નાસ્તામાં માટે અતિ ઉત્તમ ગણાય છે. તેમાં મેળવેલા ફણગાવેલા મગ અને પાલક તેને રંગીન બનાવી વધુ પૌષ્ટિક્તા આપે છે.

સ્પ્રાઉટસ ઢોકળા(Sprouts Dhokla Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#ઓગસ્ટ #પોસ્ટ 2
ઢોકળા એક ગુજરાતી વાનગી છે જે ઓછી કેલરી ધરાવે છે અને આજકાલ સર્વસામાન્ય રીતે વિશ્વમાં પણ તે પ્રખ્યાત છે.
આ સ્પ્રાઉટસ્ ઢોકળા ખૂબજ આરોગ્યદાયક છે અને પૌષ્ટિક નાસ્તામાં માટે અતિ ઉત્તમ ગણાય છે. તેમાં મેળવેલા ફણગાવેલા મગ અને પાલક તેને રંગીન બનાવી વધુ પૌષ્ટિક્તા આપે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

22 મિનિટ
4 સર્વિંગ્સ
  1. ૧ કપફણગાવેલા મગ
  2. ૧/૪ કપઝીણી સમારેલી પાલક
  3. ૩ નંગ લીલા મરચાં, ટુકડા કરેલા
  4. ૧ ચમચીઅજમો
  5. ૨ નંગ નાનો કટકો આદુ
  6. સ્વાદાનુસાર મીઠું
  7. ૨ ટેબલસ્પૂનચણાનો લોટ
  8. ૧ ટીસ્પૂનખાવા નો સોડા
  9. ૧ ટેબલસ્પૂનતેલ
  10. ૧ ટીસ્પૂનતલ
  11. ૧/૨ ટીસ્પૂનહીંગ
  12. ૧ ટીસ્પૂનરાઈ
  13. ૩-૪ નંગ મીઠો લીમડો
  14. ૧ ટીસ્પૂનઝીણા સમારેલા લીલા મરચાં
  15. જરૂર મુજબ તેલ, ચોપડવા માટે
  16. ૨ ચમચી લાલ મરચું પાઉડર

રાંધવાની સૂચનાઓ

22 મિનિટ
  1. 1

    સ્પ્રાઉટસ્ ઢોકળા ની રેસીપી બનાવવા માટે મિક્સરના જારમાં ફણગાવેલા મગ, પાલક, કટકો આદુ અને લીલા મરચાં મેળવી તેમાં થોડું પાણી ઉમેરી સુંવાળી પેસ્ટ તૈયાર કરો.

  2. 2

    આ પેસ્ટને એક બાઉલમાં રેડીને તેમાં મીઠું, અજમો, ચણાનો લોટ અને સાથે ૧/૪ કપ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી, રેડી શકાય તેવું ખીરૂં તૈયાર કરો.

  3. 3

    હવે તેને બાફવા માટે મૂક્તા પહેલા, તેમાં ખાવાનો સોડા અને ૨ ટીસ્પૂન પાણી ઉમેરી લો.
    જ્યારે ખીરામાં પરપોટા બનતા થાય ત્યારે તેને હળવા હાથે મિક્સ કરી લો.

  4. 4

    તે પછી ખીરાને તેલ ચોપડેલી ઢોકળાં ની ડીશ માં રેડી, ડિશ ને ગોળ ફેરવી ખીરૂં સરખી રીતે પથરાઇ જાય તે રીતે ફેરવી લો.

  5. 5

    આમ તૈયાર થયેલી થાળીને બાફવાના સાધનમાં મૂકી, ૧૦ થી ૧૨ મિનિટ સુધી અથવા ઢોકળા રંધાઇ જાય ત્યાં સુધી બાફી લો.

  6. 6

    હવે એક નાના પેન માં તેલ ગરમ કરી તેમાં તલ, રાઈ, હીંગ, મીઠો લીમડો અને લીલા મરચાં મેળવી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.

  7. 7

    આ વઘારને ઢોકળાની થાળી ઉપર રેડીને ઢોકળાને થોડા ઠંડા થવા દો. તે પછી ચપ્પુ વડે તેના ચોરસ ટુકડામાં કાપી લો.

  8. 8

    તરત જ ટામેટા સોસ સાથે પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
DhaRmi ZaLa
DhaRmi ZaLa @cook_dharmi_2021
પર

ટિપ્પણીઓ

Similar Recipes