ગ્રીન ચટણી (Green Chutney In Gujarati)

khyati rughani
khyati rughani @cook_25414112
ગાંધીધામ

#GA4
#Week4
ગ્રીન ચટણી એક સામાન્ય અને સહેલી રેસિપી ગણી શકાય પણ ચટણી એક પૂરક વાનગી છે.ચટણી હોય તોજ આપણા ગુજરાતી ઓ નું ફરસાણ તેમ,સેન્ડવીચ, આલું પરાઠા તેમજ સ્ટાર્ટર તરીકે ખવાતી વગેરે જેવી વાનગીઓ સંપૂર્ણ લાગેછે.આપણે ઘણા પ્રકાર ની ચટણી બનાવીએ છીએ. મે ગ્રીન ચટણી થોડા વેરીએશન થી બનાવી છે જેનો કલર ખુબજ સારો આવે છે અને સ્વાદિષ્ટ પણ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 થી15 મિનિટ
  1. કોથમીર એક બાઉલ
  2. ૩-૪ ક્યૂબબરફ
  3. ૨ ચમચીચણા નાં લોટ ની સેવ
  4. ૧ ચમચી લીંબુ નો રસ
  5. સ્વાદાનુસાર મીઠું
  6. ૧ કટકોઆદું
  7. ૩-૪લીલાં તીખા મરચાં
  8. ૧ ચમચીસીંગદાણા

રાંધવાની સૂચનાઓ

10 થી15 મિનિટ
  1. 1

    ચટણી બનાવવા ઉપરના બધાજ ઘટકો લઈ લો.

  2. 2

    હવે કોથમીર,મરચાં, આદું સમારી ને તૈયાર કરેલ છે તેને બરફ નાં ટુકડા સાથે એક બાઉલ માં પલાળી રાખો.

  3. 3

    હવે સીંગદાણા ને મિક્સર માં ક્રશ કરી લો.

  4. 4

    ત્યાર બાદ ક્રશ કરેલા સીંગદાણા સાથે મિક્સર માં બરફ માં પલાળી ને રાખેલ કોથમીર,આદું,અને મરચાં બરફ સાથેજ લઈ લો. તેમાં નમક સ્વાદ અનુસાર નાખી લીંબુ પણ નાખી લો તેમજ સેવ પણ પીસવા માં નાખી લો.સેવ નાખવાથી કલર સરસ જળવાઈ રહેછે અને ચટણી ની ઘટતા જળવાઈ રહે છે.બહુ ઘટ્ટ પણ નથી થતી અને ઢીલી પણ નથી થતી.બરફ નાખ્યો હોવાથી પાણી જરૂર હોય તોજ નાખવું.

  5. 5

    હવે આપણી ગ્રીન ચટણી તૈયાર છે.જેને આપણે ઘણી જ મેઈન વાનગીઓ સાથે સર્વ કરી શકીએ છીએ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
khyati rughani
khyati rughani @cook_25414112
પર
ગાંધીધામ

Similar Recipes