બફવડા (Buff Vada Recipe In Gujarati)

RITA
RITA @RITA2

બફવડા એ ફરાળી વાનગી છે.#ટ્રેડિંગ # Week 2

બફવડા (Buff Vada Recipe In Gujarati)

બફવડા એ ફરાળી વાનગી છે.#ટ્રેડિંગ # Week 2

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45મીનીટ
3વ્યક્તિ માટે
  1. 1 કિલોબટેટા
  2. જરુર મુજબતપકીર
  3. સ્વાદાનુસાર મીઠું
  4. સ્ટફીગ માટે
  5. 1/2 વાટકીસીંગ દાણા નો ભુકો
  6. 3 ચમચીકોપરા નુખમણ
  7. 2 નંગલીંબુ નો રસ
  8. 2ઈચં આદુનો કટકો
  9. સ્વાદાનુસાર મીઠું
  10. 3 નંગલીલા મરચાં
  11. 2 ચમચીકિસમસ
  12. 2 ચમચીસુગરપાવડર
  13. 1/2 વાટકી ધાણા ભાજી
  14. જરૂર મુજબ તેલ તળવા માટે
  15. ચટણી માટે
  16. 1 વાટકીદહીં
  17. 2 ચમચીખાંડ પાઉડર
  18. સ્વાદાનુસાર મીઠું
  19. 1 ચમચીનાની મરી પાઉડર
  20. 2 ચમચીશેકેલા સીંગ દાણા નો ભુકો

રાંધવાની સૂચનાઓ

45મીનીટ
  1. 1

    બટેટા ને પાણીથી ધોઈને કુકરમાં તળીયે પાણી નાખી ને એક તપેલી મુકી તેમાં બટેટા નાખી બાફવા માટે મુકી દેવા. બે વ્હીસલ વગાડી ગેસ બંધ કરી દેવો પંદર મીનીટ પછી કુકર નુ ઢાંકણ ખોલી લેવું બટેટા ની છાલ કાઢી લેવી.મેસ કરી તેમાં તપકીર નો લોટ અને મીઠું નાખી પુરણ બનાવી લેવુ.

  2. 2

    પુરણ બનાવી લીધું છે.

  3. 3

    સ્ટફીગ માટે સીંગ દાણા નો ભુકો, કોપરાનુ ખમણ,આદુમરચા ક્રશ કરેલા, ધાણા ભાજી, ખાંડ પાઉડર, મીઠું, લીંબુ નો રસ અને કિસમિસ આબધુ મીક્ષ કરી સ્ટફીગ તૈયાર કરી લેવું.

  4. 4

    હવે તેમાથી નાના ગોળા વાળી લેવા. બટેટા નુ પુરણ તૈયાર કર્યુ છે તેમાં થી નાની થેપલી બનાવી તેમાં નાની નાની ગોળી મુકી પુરણ ફરતુ વાળી ગોળા કરી લેવા.

  5. 5

    ગોળા તૈયાર છે. ગેસ ચાલુ કરી ગેસ ઉપર એક પેનમાં તેલ મુકી તેલ ગરમ થાય એટલે તેમાં ગોળા મુકી તળી લેવાં.

  6. 6

    આવી રીતે બધા બફવડા તળી લેવા.તો ત્યાર છે બફવડા.

  7. 7

    ચટણી બનાવવા માટે દહીં મા ખાંડ પાઉડર, મીઠું, મરી પાઉડર, સીંગદાણા નો ભુકો નાખી ને મીક્ષ કરી બ્લેન્ડર થી ક્રશ કરી ચટણી તૈયાર કરી લેવી. હવે તેમાં શેકેલા જીરાનો પાઉડર ���� નાખીને મીક્ષ કરી લેવું. તો તૈયાર છે દહીં ની ચટણી.

  8. 8

    દહીં ચટણી અને લીલી ચટણી સાથે બફવડા સવૅ કયૉ છે.

  9. 9
  10. 10
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
RITA
RITA @RITA2
પર

ટિપ્પણીઓ (3)

Similar Recipes