બટાકાવડા (Bataka Vada Recipe In Gujarati)

Kshama Himesh Upadhyay
Kshama Himesh Upadhyay @Xama_74
Ahmedabad

#trend2 #Week2
ગુજરાતી ની પહેલી પસંદ ઢોકળા , હાંડવો અને બટાકાવડા..
જ્યારે કોઈ તહેવાર હોય કે મહેમાન આવે ઘરમાં પહેલી પસંદ બટાકાવડા ને આપે. .. નાસ્તા માં કે રોજિંદા ભોજન ની સાથે પણ સેટ થઈ જાય... આજે મેં મસાલા ને વધારી ને બનાવ્યા છે બટાકા વડા.. સ્વાદમાં ટેસ્ટી બન્યા છે.. એકવાર જરૂરથી try કરજો

બટાકાવડા (Bataka Vada Recipe In Gujarati)

#trend2 #Week2
ગુજરાતી ની પહેલી પસંદ ઢોકળા , હાંડવો અને બટાકાવડા..
જ્યારે કોઈ તહેવાર હોય કે મહેમાન આવે ઘરમાં પહેલી પસંદ બટાકાવડા ને આપે. .. નાસ્તા માં કે રોજિંદા ભોજન ની સાથે પણ સેટ થઈ જાય... આજે મેં મસાલા ને વધારી ને બનાવ્યા છે બટાકા વડા.. સ્વાદમાં ટેસ્ટી બન્યા છે.. એકવાર જરૂરથી try કરજો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 કપબાફેલા બટાકા નો માવો
  2. 3 ચમચીલીલા મરચાં આદુ લસણ વાટેલા (જરૂરી તીખું જોઈએ એ મુજબ)
  3. 1 ચમચીજીરું
  4. 1/2 ચમચીવરિયાળી
  5. 1 ચમચીઅડદની દાળ
  6. 1/2 ચમચીરાઈ
  7. 1/4 ચમચીહિંગ
  8. 5-7પાન મીઠા લીમડા ના
  9. મીઠું સ્વાદ મુજબ
  10. 1 ચમચીલીંબુ નો રસ
  11. તેલ જરૂર મુજબ
  12. 2 કપબેસન (ચણા નો લોટ)
  13. 1 ચમચીમીઠું
  14. 1 ચમચીહળદર
  15. પાણી જરૂર મુજબ
  16. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બાફેલા બટાકા નો માવો લો. લીલા મરચા આદુ લસણ વાટેલા, અને વઘાર માટે રાઈ, જીરું, વરિયાળી, અડદ ની દાળ,હિંગ, મીઠા લીમડાના પાન લો.

  2. 2

    ગેસ ચાલુ કરી એક પૅન માં તેલ ગરમ કરો. તેમાં અડદની દાળ નાખીને થોડી બદામી થવા દો. ત્યારબાદ તેમાં રાઈ,જીરું, વરિયાળી, મીઠા લીમડાના પાન અને હિંગ ઉમેરીને વઘાર કરો હવે તેમાં બાફેલા બટાકા નો માવો ઉમેરો. અને બધું એક સરખું મીક્સ કરી લો. ત્યારબાદ ગેસ બંધ કરો.

  3. 3

    મસાલા વાળા બટાકા ના માવા ને એક બાઉલ માં કાઢી લો અને 10 - 15 મિનિટ માટે ઠંડુ થવા દો. પછી તેમાં મીઠું અને લીંબુ નો રસ ઉમેરો. અને મીક્સ કરીને મસાલા વાળા બટાકા ના બોલ્સ બનાવી લો.

  4. 4

    હવે એક બાઉલમાં બેસનમાં મીઠું હળદર ઉમેરી તેમાં જરૂરી પાણી ઉમેરી ને મિશ્રણ તૈયાર કરો આ મિશ્રણ ને થોડું ઘટ્ટ રાખવાનું. તેમાં મસાલા વાળા બટાકા ના બોલ્સ ઉમેરીને મીકસ કરી લો.

  5. 5

    હવે ગેસ ચાલુ કરીને એક કઢાઈમાં તેલ ગરમ કરો. અને તેમાં બેસન ના મિશ્રણ માં બોળેલા મસાલા વાળા બટાકા ના બોલ્સ ને નાખીને તળી લો. બધા બોલ્સ તળાઈ જાય એટલે ગેસ બંધ કરી લો.

  6. 6

    તૈયાર છે.. ટેસ્ટી ગરમ ગરમ બટાકા વડા.. જે કોથમીર નારિયેળ ની ચટણી અને સોસ સાથે ખાઈ શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kshama Himesh Upadhyay
પર
Ahmedabad
રોજીંદી રસોઈ ની વાનગીઓ સ્વાદમાં વધારો કરે તેવા ફેરફાર સાથે બનાવું છું
વધુ વાંચો

Similar Recipes