મેથીના ગોટા (Methi Gota Recipe in Gujarati)

Chetna Jodhani
Chetna Jodhani @cook_26478004

#GA4
#week4
# Gujarati
# Chutney
ગુજરાતી ઓને વાતાવરણ વાદળછાયું થાય કે તરતજ બનાવો મેથીના ગોટા ની સાથે ચટણી તો હોય જ.

મેથીના ગોટા (Methi Gota Recipe in Gujarati)

#GA4
#week4
# Gujarati
# Chutney
ગુજરાતી ઓને વાતાવરણ વાદળછાયું થાય કે તરતજ બનાવો મેથીના ગોટા ની સાથે ચટણી તો હોય જ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
  1. 1વાટકો સમારેલી મેથી ની ભાજી
  2. 2વાટકા ચણાનો લોટ
  3. 1 ચમચીઅજમો
  4. આદુ મરચાની પેસ્ટ
  5. 1 ચમચીતલ
  6. 1 ચમચીવરિયાળી
  7. 1 ચમચીમીઠું
  8. ૨ ચમચીખાંડ
  9. 2 ચમચીલીંબુનો રસ
  10. 1/2ચમચી ખાવાનો સોડા
  11. 1/2ચમચી ગરમ મસાલો
  12. તળવા માટે તેલ
  13. ચટણી માટેની સામગ્રી--
  14. 1ચમચીકોઠા પાઉડર
  15. ૩ ચમચીખાંડ
  16. 1 ચમચીકોર્ન ફ્લોર
  17. 1 ચમચીમરચું
  18. 1/2ચમચી મીઠું
  19. 1 ગ્લાસપાણી

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    પહેલા આપણે ચટણી બનાવી લઈશુ. એક તપેલીમાં ચટણી માટેની બધી સામગ્રી મિક્સ કરી એક ગ્લાસ પાણી ઉમેરી હલાવી લેવું પછી તેને ગેસ ઉપર ગરમ કરો પાંચ મિનિટ સુધી ઉકાળવું સતત હલાવતા રહેવું એટલે ચટણી તૈયાર

  2. 2

    મેથીના ગોટા માટે સૌપ્રથમ આદુ મરચાની પેસ્ટ તૈયાર કરી લેવી તલ વરિયાળી અજમો વગેરે તૈયાર કરી લેવું

  3. 3

    એક તપેલીમાં ચણાનો લોટ લઇ તેમાં મેથીને ધોઈ ને નાખવી તેમજ ઉપરની બધી સામગ્રી અંદર નાખો

  4. 4

    તેમાં પાણી નાખી ગોટા પડે એવું મિશ્રણ તૈયાર કરો

  5. 5

    એક તપેલીમાં તેલ ગરમ મૂકો તેલ ગરમ થાય એટલે એક ચમચી તેલ મિશ્રણમાં નાંખો

  6. 6

    આ મિશ્રણને હલાવી તેલમાં ગોટા પાડવા અને તળી લેવા

  7. 7

    ગોલ્ડન કલર ના થાય એટલે ઉતારી લેવા એક ડીશમાં મેથીના ગોટા ચટણી સાથે સર્વ કરવા મરચા તથા ચટણી થી ગાર્નીશિંગ કરવું આર છે ગરમા ગરમ મેથીના ગોટા અને ચટણી તૈયાર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Chetna Jodhani
Chetna Jodhani @cook_26478004
પર

Similar Recipes