ઓરીયો બ્લુબેરી ચીઝકેક (Oreo Blueberry Cheese Cake Recipe In Gujarati)

payal Prajapati patel
payal Prajapati patel @payal_homechef
અમદાવાદ

#GA4
#Week4
#Baked
#Post1

ચીઝ કેક એ ન્યૂયોર્ક ની ખૂબજ ફેમસ સ્વીટ ડિશ છે. જે બેક અને નોબેક એમ બંને રીતે બનાવી શકાય છે. આજે મેં બેક્ડ બ્લુબેરી ચીઝકેક બનાવી છે. બ્લુબેરી ના ટેંગી ટેસ્ટ ના કારણે આ ચીઝકેક નાના મોટા સૌને ખૂબ જ ભાવે છે.

ઓરીયો બ્લુબેરી ચીઝકેક (Oreo Blueberry Cheese Cake Recipe In Gujarati)

#GA4
#Week4
#Baked
#Post1

ચીઝ કેક એ ન્યૂયોર્ક ની ખૂબજ ફેમસ સ્વીટ ડિશ છે. જે બેક અને નોબેક એમ બંને રીતે બનાવી શકાય છે. આજે મેં બેક્ડ બ્લુબેરી ચીઝકેક બનાવી છે. બ્લુબેરી ના ટેંગી ટેસ્ટ ના કારણે આ ચીઝકેક નાના મોટા સૌને ખૂબ જ ભાવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક ૪૦ મિનિટ
૪ વ્યક્તિ
  1. ક્રસ્ટ બનાવવા માટે:
  2. ૧ પેકેટઓરીયો બિસ્કીટ
  3. ૧/૪ કપબટર
  4. ફીલીંગ બનાવવા માટે:
  5. ૩/૪ કપક્રીમ ચીઝ
  6. ૧/૪ કપનોન ડેરી હેવી ક્રીમ
  7. ૧/૨ કપકન્ડેન્સ્ડ મિલ્ક
  8. ૨ ટીસ્પૂનવેનીલા એસેન્સ
  9. ૩/૪ ટેબલ સ્પૂનકોર્ન ફ્લોર
  10. ૧/૨ કપબ્લુબેરી કમ્પોટ
  11. ૨ ટેબલ સ્પૂનડ્રાય બ્લુબેરી

રાંધવાની સૂચનાઓ

૧ કલાક ૪૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક પેકેટ ઓરીયો બિસ્કીટ લો અને તેને મિક્સરમાં ક્રશ કરી લો.

  2. 2

    હવે તેમાં બટર ને મેલ્ટ કરી ને ક્રશ કરેલા બિસ્કીટ માં નાંખી ને બરાબર મિક્સ કરી લો

  3. 3

    હવે ચીઝ કેક મોલ્ડ લો અને તેને એલ્યુમિનિયમ ફોઈલ થી નીચેના ભાગમાં કવર કરી લો. અને તેને બટર થી ગ્રીઝ કરી લો. અને તેમાં તૈયાર કરેલું મિશ્રણ નાંખી ને બરાબર દબાવી ને બેઝ તૈયાર કરી લો.

  4. 4

    ફીલીંગ બનાવવા માટે એક બાઉલમાં ક્રીમ ચીઝ લઈ ને બરાબર મિક્સ કરી લો. હવે તેમાં નોન ડેરી હેવી ક્રીમ ઉમેરી ને ઈલેક્ટ્રોનિક વ્હીસ્ક થી વ્હીસ્ક કરી સ્મૂધ પેસ્ટ બનાવી લો.

  5. 5

    હવે તેમાં કન્ડેન્સ્ડ મિલ્ક, વેનીલા એસેન્સ, કોર્ન ફ્લોર નાંખી ને ફરી થી વ્હીસ્ક કરી લો.

  6. 6

    આ મિશ્રણમાં ડ્રાય બ્લુબેરી નાંખી ને હલકા હાથે મીક્સ કરી લો. આ મિશ્રણને બેઝ ઉપર પાથરી દો અને તેને થોડું ઠપકારીને એર બબલ દૂર કરો. અને હવે મોલ્ડ ને અન્ય એક મોલ્ડ મા મૂકીને તેમાં એક વેઢા જેટલુ પાણી નાખી ને વોટર બાથ તૈયાર કરો.

  7. 7

    હવે આ તૈયાર કરેલી ચીઝ કેક ને પ્રીહીટેડ ઓવન મા ૧૬૦ ડીગ્રી તાપમાન પર ૩૫-૪૦ મીનીટ માટે બેક કરો.

  8. 8

    બેક થઈ ગયા બાદ તેને બહાર થોડી વાર થંડી થવા દો અને પછી તેને ફ્રીજ માં ૫-૬ કલાક સેટ કરવા મૂકો.

  9. 9

    સેટ થયેલી ચીઝ કેક પર બ્લુબેરી કમ્પોટ પાથરીને વ્હીપ્ડ ક્રીમ અને કૂકીઝ થી ગાર્નિશ કરો.

  10. 10

    આ બ્લુબેરી ચીઝકેક ને ઠંડી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
payal Prajapati patel
payal Prajapati patel @payal_homechef
પર
અમદાવાદ
I love cooking. I m pharmacist by profession nd homebaker by passion
વધુ વાંચો

Similar Recipes