મુંબઈ સ્પેશિયલ વડાપાંઉ ની સુકી લાલ ચટણી (Dry Red Chutney Recipe In Gujarati)

Hetal Soni
Hetal Soni @cook_24790559

#GA4 #week4 #chutney
મુંબઈ ની જાન વડાપાંઉ અને વડાપાંઉ ની જાન તેની સૂકી તીખી લાલ ચટણી વડાપાંઉ ને વધારે સ્વાદિષ્ટ બનાવે તેમા નાખેલી સુકી તીખી લાલ ચટણી આ ચટણી થી તેનો સ્વાદ અનેક ગણો વધી જાય છે અને મુંબઈ ના વડાપાંઉ તો ખુબજ પ્રખ્યાત છે એ તેની સુકી લાલ તીખી ચટણી માટે
મુંબઈ ની વડાપાંઉ ની સુકી લાલ ચટણી જે ઘણી બધી વાનગી મા નાખી શકાય આ ચટણી ઇડલી ઢોકળા, વડાં , અને સિમ્પલ સેન્ડવીચ કે બાફેલા બટેટા તેમાં આ ચટણી નાખો એટલે તેનો સ્વાદ અનેક ગણો વધી જાય
અને પાછુ 1મહિના સુધી આરામ થી સ્ટોર કરી શકાય
કોઇ પણ ભરેલા શાકમા પણ નાખો એટલે શાક હોઇ એના કરતા અનેક ગણું સ્વાદિષ્ટ બને

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15મિનીટ
એક બાઊલ
  1. 1/2 કપટોપરનું છીણ
  2. 2 મોટી ચમચીશીંગ દાણા
  3. 8-10લસણની કળી
  4. 10-12સુકા લાલ મરચાં
  5. 1 ચમચીકાશ્મીરી લાલ મરચું પાઉડર
  6. સ્વાદ અનુસારમીઠું

રાંધવાની સૂચનાઓ

15મિનીટ
  1. 1

    એક નોનસ્ટિક પેનમા ટોપરના છીણ ને આછા ગુલાબી રંગનું થાય ત્યાં સુધી શેકી લેવું પછી તેમા શિંગદાણા શેકવા,પછી લસણની કળી શેક્વી તેના ફોતરા રાખવાના કાઢવા નય હવે લાલ સુકા મરચાં શેકવા આ બધુ અલગ-અલગ શેક્વુ

  2. 2

    હવે મિક્સર મા અલગ- અલગ પિસવુ પણ લસણ તેના ફોતરા સાથે જ પિસવુ પછી બધુ મિક્સ કરી તેમા મીઠું સ્વાદ અનુસાર કાશ્મીરી લાલ મરચું આનાથી ચટણી નો કલર બોવજ સરસ આવે છે અને જીરુ ઍ ઓપ્શનલ છે ઓરીજનલ ચટણી મા જીરુ નથી હોતુ પણ સરસ લાગે એટલે હુ નાખુ છુ

  3. 3

    બધુ પાછુ મિક્સરમાં ફેરવી લેવુ બોવજ ટેસ્ટિ ચટણી રેડિ જે વડાપાંવ કે કોઇ પણ બીજી વાનગી સાથે લય શકો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hetal Soni
Hetal Soni @cook_24790559
પર

ટિપ્પણીઓ (3)

Similar Recipes