મકાઈ ઉપમા (Makai Upma Recipe In Gujarati)

Kantaben H Patel
Kantaben H Patel @cook_20016344
શેર કરો

ઘટકો

45 મિનિટ
3-4 સર્વિંગ્સ
  1. 1 કપબાફેલી મકાઈ
  2. 7-8કઢી પતા
  3. 1/2 ચમચીરાઈ
  4. 1/2જીરું
  5. 1/2હિંગ
  6. 3-4 ચમચીઆદુ મરચા ની પેસ્ટ
  7. મીઠું સ્વાદાનુસાર
  8. 1/2 કપસમારેલી ડુંગળી
  9. 1/2 ચમચીહળદર
  10. 1 ચમચીલાલ મરચું પાઉડર
  11. કોથમર સમારેલી
  12. લીંબુ

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ મકાઈ ને બાફી લેવી. તેમાં સ્વાદાનુસાર મીઠું ઉમેરી દેવું.

  2. 2

    ત્યાર બાદ મકાઈ ને થોડી ઠંડી કરી ક્રશ કરી લેવી.

  3. 3

    હવે એક પેન માં તેલ મૂકી તેમાં રાઈ, જીરું, હિંગ, કઢી પતા અને આદુ મરચા ની પેસ્ટ ઉમેરી ત્યાર બાદ ડુંગળી ઉમેરી દેવી.

  4. 4

    હવે થોડી વાર માટે ડુંગળી તેમ રેવા દો ત્યાર બાદ તેમાં હળદર અને લાલ મરચું પવડર ઉમેરી ને મિક્સ કરો.

  5. 5

    ત્યાર પછી ક્રશ કરેલી મકાઈ ઉમેરી દો અને બરાબર મિક્સ કરી તેને 5 મિં માટે ઢાંકી ને રાખી દો.

  6. 6

    પછી તેમાં લીંબુ ઉમેરી દો. અને કોથમર ઉમેરી ને તેને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kantaben H Patel
Kantaben H Patel @cook_20016344
પર

Similar Recipes