પનીર ચીલી (Paneer Chilly Recipe In Gujarati)

Nishita Bhatt
Nishita Bhatt @cook_26617311

ખીરામાં ડુબોડીને તળેલા પનીરના ક્યુબસને લીલા મરચાં અને લીલા કાંદા સાથે મિક્સ કરીને તૈયાર કરેલું ચીલી પનીર એક એવી ઉત્તમ વાનગી છે, જે સ્ટાર્ટર તરીકે અથવા બીજી વાનગી જોડે મુખ્ય જમણમાં પીરસી શકાય. આ ચીલી પનીરને તેનો સ્વાદ તેમાં મેળવેલા વિનેગર, ચીલી સૉસ અને સોયા સૉસ વડે મળે છે. ખાત્રી કરી લેવી કે આ વાનગીમાં વપરાતું પનીર નરમ અને તાજું હોય, જેથી તળ્યા પછી પણ તે નરમ રહે અને ચવળ ન બની જાય.

#GA6
#Week6

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
૪ માટે
  1. ૨ કપતાજા પનીરના ચોરસ ટુકડા
  2. ૨ ટેબલસ્પૂનમેંદો
  3. ૪ ટેબલસ્પૂનકોર્નફ્લોર
  4. મીઠું, સ્વાદાનુસાર
  5. તેલ, તળવા માટે
  6. ૨ ટેબલસ્પૂનતેલ, રાંધવા માટે
  7. લીલા મરચાં, લાંબી ચીરી પાડેલા
  8. ૧ ટેબલસ્પૂનખમણેલું આદૂ
  9. ૧ ટેબલસ્પૂનઝીણું સમારેલું લસણ
  10. ૧/૨ કપપાતળી સ્લાઇસ કરેલો લીલા કાંદાનો
  11. ૧ ટીસ્પૂનસોયા સૉસ
  12. ૧ ટેબલસ્પૂનચીલી સૉસ
  13. સજાવવા માટે ૧/૪ કપ ઝીણા સમારેલા લીલા કાંદાનો લીલો ભાગ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    એક બાઉલમાં મેંદો, કોર્નફ્લોર, મીઠું અને લગભગ ૧/૪ કપ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી લો.

  2. 2

    પછી તેમાં પનીરના ટુકડા મેળવી હલકા હાથે પનીર પર મિશ્રણનું પડ તૈયાર થઇ જાય ત્યાં સુધી મિક્સ કરી લો.

  3. 3

    હવે એક પૅનમાં તેલ ગરમ કરી તેમાં પનીરના થોડા-થોડા ટુકડા મેળવી, તે દરેક બાજુએથી હલકા બ્રાઉન થાય ત્યાં સુધી ડીપ ફ્રાય કરી બાજુ પર રાખો.

  4. 4

    બીજા એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં લીલા મરચાં મેળવી મધ્યમ તાપ પર ૩૦ સેકંડ સુધી સાંતળી લો.

  5. 5

    પછી તેમાં આદૂ અને લસણ મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.

  6. 6

    તે પછી તેમાં લીલા કાંદાનો સફેદ ભાગ મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી સાંતળી લો

  7. 7

    પછી તેમાં મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૩૦ સેકંડ સુધી સતત હલાવતા રહી રાંધી લો.

  8. 8

    પછી તેમા ફ્રાય કરેલા પનીરના ટુકડા, સોયા સૉસ, ચીલી સૉસ અને વિનેગર મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી સતત હલાવતા રહી રાંધી લો.

  9. 9

    લીલા કાંદાના લીલા ભાગ વડે સજાવીને તરત જ પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nishita Bhatt
Nishita Bhatt @cook_26617311
પર

Similar Recipes