પનીર ચિંગારી (Paneer Chingari Recipe In Gujarati)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
Rajkot

#PC
#cookpadgujarati
#cookpadindia
#cookpad
પનીરના ઉપયોગ દ્વારા આપણે ઘણી બધી અલગ અલગ જાતની સબ્જી અને બીજી ઘણી બધી વાનગીઓ બનાવીએ છીએ. ઘણી બધી વાનગીઓમાં પનીરનો ઉપયોગ સ્ટફિંગ તરીકે પણ કરવામાં આવે છે. આજે મેં પનીર નો ઉપયોગ કરીને એક અલગ જ ટાઈપની સબ્જી બનાવી છે. પનીર ના ઉપયોગથી બનાવેલી વ્હાઈટ ગ્રેવીમાં રેડ તીખા પનીર ના ટુકડા ઉમેરીને એક ખૂબ જ સ્વાદિષ્ટ સબ્જી તૈયાર થાય છે. આ સબ્જી દેખાવમાં પણ ખૂબ જ આકર્ષક લાગે છે અને સાથે તેનો સ્વાદ તો એકદમ સુપર ડુપર બને જ છે.

પનીર ચિંગારી (Paneer Chingari Recipe In Gujarati)

#PC
#cookpadgujarati
#cookpadindia
#cookpad
પનીરના ઉપયોગ દ્વારા આપણે ઘણી બધી અલગ અલગ જાતની સબ્જી અને બીજી ઘણી બધી વાનગીઓ બનાવીએ છીએ. ઘણી બધી વાનગીઓમાં પનીરનો ઉપયોગ સ્ટફિંગ તરીકે પણ કરવામાં આવે છે. આજે મેં પનીર નો ઉપયોગ કરીને એક અલગ જ ટાઈપની સબ્જી બનાવી છે. પનીર ના ઉપયોગથી બનાવેલી વ્હાઈટ ગ્રેવીમાં રેડ તીખા પનીર ના ટુકડા ઉમેરીને એક ખૂબ જ સ્વાદિષ્ટ સબ્જી તૈયાર થાય છે. આ સબ્જી દેખાવમાં પણ ખૂબ જ આકર્ષક લાગે છે અને સાથે તેનો સ્વાદ તો એકદમ સુપર ડુપર બને જ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મીનીટ
2 વ્યક્તિ માટે
  1. વ્હાઈટ ગ્રેવી બનાવવા માટે:
  2. 100 ગ્રામપનીર
  3. 3/4 કપદૂધ
  4. 2 Tbspતેલ
  5. 1 Tspજીરુ
  6. 1 Tbspકસૂરી મેથી
  7. 1 Tspખમણેલું આદુ
  8. 1 Tbspસમારેલા લીલા મરચા
  9. 1/4 કપસમારેલી ડુંગળી
  10. 1/4 કપડુંગળીનો લીલો ભાગ
  11. 1/4 કપસમારેલા લીલા ધાણા
  12. 1/4 Tspહળદર
  13. 1 Tspધાણાજીરું
  14. 1 Tspગરમ મસાલો
  15. 1/2 Tspમરી પાઉડર
  16. સ્વાદ અનુસારમીઠું
  17. રેડ તીખા પનીર બનાવવા માટે:
  18. 2 Tbspતેલ
  19. 1 Tbspકસૂરી મેથી
  20. 2 Tspસફેદ તલ
  21. 1/4 કપસમારેલી ડુંગળી
  22. 1/4 કપસમારેલા લીલા કેપ્સિકમ
  23. 100 ગ્રામપનીરના ટુકડા
  24. 1/4 Tspહળદર પાઉડર
  25. 1 Tbspલાલ મરચું પાઉડર
  26. 1/2 Tspગરમ મસાલા
  27. સ્વાદ અનુસારમીઠું
  28. ગાર્નિશિંગ માટે સમારેલા લીલા ધાણા

રાંધવાની સૂચનાઓ

25 મીનીટ
  1. 1

    એક મિક્સર જારમાં ખમણેલું પનીર લઈ તેમાં દૂધ ઉમેરી તેની પેસ્ટ બનાવો.

  2. 2

    એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં જીરું અને કસૂરી મેથી ઉમેરી તેને સાતડો.

  3. 3

    તેમાં ખમણેલું આદુ અને સમારેલા લીલા મરચા ઉમેરો.

  4. 4

    સમારેલી ડુંગળી ઉમેરી બરાબર રીતે મિક્સ કરી ડુંગળી નરમ થાય ત્યાં સુધી તેને સાંતળો.

  5. 5

    લીલી ડુંગળી ના સમારેલા પાન, સમારેલા લીલા ધાણા ઉમેરી બરાબર રીતે મિક્સ કરો.

  6. 6

    બધા મસાલા અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી બરાબર રીતે મિક્સ કરો.

  7. 7
  8. 8

    તૈયાર કરેલી પનીરની ગ્રેવી ઉમેરી બરાબર રીતે મિક્સ કરો.

  9. 9

    ગ્રેવીને સતત હલાવતા બે થી ત્રણ મિનિટ માટે કૂક થવા દો જેથી તે થોડી થીક થઈ જશે. તો અહીંયા પનીરની વ્હાઈટ ગ્રેવી તૈયાર છે.

  10. 10

    એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં કસૂરી મેથી અને સફેદ તલ ઉમેરી તેને બરાબર રીતે સાતળો.

  11. 11

    હવે તેમાં સમારેલી ડુંગળી અને સમારેલા કેપ્સીકમ ઉમેરી તેને પણ બરાબર રીતે મિક્સ કરો.

  12. 12

    પનીરના ટુકડા ઉમેરી બરાબર રીતે મિક્સ કરી બે થી ત્રણ મિનિટ માટે ધીમી ફ્લેમ પર તેને રોસ્ટ કરો.

  13. 13

    હવે તેમાં બધા જ મસાલા, સ્વાદ અનુસાર મીઠું અને સમારેલા લીલા ધાણા ઉમેરી બરાબર રીતે મિક્સ કરી સાઈડ પર રાખો.

  14. 14

    સર્વિંગ પ્લેટમાં સૌથી પહેલા તૈયાર કરેલી વ્હાઈટ ગ્રેવી પાથરો. તેના પર તૈયાર કરેલા રેડ તીખા પનીર ના ટુકડા ઉમેરો અને ગરમાગરમ સર્વ કરો.

  15. 15

    તો અહીંયા પનીર ચિંગારી સર્વ કરવા માટે તૈયાર છે. આ સબ્જીને સર્વ કરી શકાય.

  16. 16
  17. 17
  18. 18
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
પર
Rajkot

Similar Recipes