પનીર ટિક્કા પરાઠા વેર્પ (Paneer Tikka Paratha wrap recipe in Gujarati)

Vrunda Shashi Mavadiya
Vrunda Shashi Mavadiya @dr_vrunda
Vadodara

#GA4
#week6
પનીર ટિક્કા તો આજકાલ સૌથી ફેવરિટ સ્ટાર્ટર છે.મેં અહીં પનીર ટિક્કા ઘરે બનાવ્યા હોય તો એને પરાઠા માં ભરી સર્વ કરવા થી ફુલ મીલ થઈ જશે અને બીજું કઈ પણ સાથે જરૂર નહિ રહે. બાળકો ને ટિફિન માં આપવા માં પણ સારું અને પૌષ્ટિક રહે છે.

પનીર ટિક્કા પરાઠા વેર્પ (Paneer Tikka Paratha wrap recipe in Gujarati)

#GA4
#week6
પનીર ટિક્કા તો આજકાલ સૌથી ફેવરિટ સ્ટાર્ટર છે.મેં અહીં પનીર ટિક્કા ઘરે બનાવ્યા હોય તો એને પરાઠા માં ભરી સર્વ કરવા થી ફુલ મીલ થઈ જશે અને બીજું કઈ પણ સાથે જરૂર નહિ રહે. બાળકો ને ટિફિન માં આપવા માં પણ સારું અને પૌષ્ટિક રહે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1કલાક 30 મિનિટ
4-5 સર્વિંગ્સ
  1. ~ પરાઠા વેર્પ બનાવા માટે
  2. 1 કપ- મૈંદા
  3. 1 કપ- ઘંઉનો લોટ
  4. 1 ટી સ્પૂન- મીઠું
  5. 2 ટી સ્પૂન- તેલ
  6. પાણી લોટ બાંધવા માટે
  7. ઘી લચ્છા પરાઠા બનાવવા માટે
  8. ~ પનીર ટિક્કા બનાવવા માટે
  9. 1/2 કપ- હંગ કર્ડ (દહીં)
  10. 2 ટેબલ સ્પૂન- સેકેલો ચણા નો લોટ
  11. 2 ટી સ્પૂન- લાલ મરચું પાઉડર
  12. 2 ટી સ્પૂન- ધાણા જીરું
  13. 1/2 ટી સ્પૂન- હળદર
  14. 1 ટી સ્પૂન- આમચૂર પાઉડર
  15. 1/4 ટી સ્પૂન- સંચળ
  16. 1/2 ટી સ્પૂન- ગરમ મસાલા
  17. 1 ટેબલ સ્પૂન- આદું લસણ ની પેસ્ટ
  18. 1 ટી સ્પૂન- કસૂરી મેથી
  19. 1 ટી સ્પૂન- મસ્ટર્ડ ઓઇલ (રાઈ નું તેલ)
  20. મીઠું સ્વાદ અનુસાર
  21. 250 ગ્રામ- પનીર
  22. 1/2 કપ- કેપ્સિકમ
  23. 1/2 કપ- કાંદા
  24. ~ સર્વિંગ માટે
  25. પુદીના હંગ કર્ડ
  26. ગાર્લિક હંગ કર્ડ
  27. સ્લાઈસ કાંદા
  28. ફ્રેન્કી મસાલા
  29. ટોમેટો કેચપ

રાંધવાની સૂચનાઓ

1કલાક 30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ મૈંદા અને ઘંઉ નો લોટ મિક્સ કરી નરમ રોટી જેવો લોટ બાંધી 15-20 મિનિટ રાખી દો.

  2. 2

    એક મોટા વાટકા માં બધા મસાલા, હંગ કર્ડ અને બેસન નાખી ટિક્કા માટે ની પેસ્ટ તૈયાર કરો.

  3. 3

    પછી તેમાં ચોરસ સમારેલા પનીર, કેપ્સિકમ અને કાંદા નાખો અને ફ્રીઝમાં રાખી દો.

  4. 4

    લોટ ના ગુલ્લાં કરી તેમાં થી પાતળી રોટલી બનાવો. તેના ઉપર ઘી લગાવી કોરો લોટ થોડો છાંટવો.

  5. 5

    રોટલી ની પાટલી બનાવી ને તેનો રોલ વાળી ફરી થી પરાંઠું વણી લઇ કાચું પાકું શેકી લેવા. બધા પરાઠા આ રીતે બનાવી ને તૈયાર કરી લેવા.

  6. 6

    હવે ફ્રીઝ માં રાખેલા પનીર ટિક્કા લઇ તેને સ્ટિક માં ભરવા અને ગેસ પર અથવા તો ગ્રીલ તવા પર શેકી લેવા. શેકી ને તૈયાર થઈ જાય એટલે તેના નાના નાના ટુકડા કરી લેવા અને ઉપર કોથમીર નાખી મિક્સ કરી લેવું.

  7. 7

    હવે ગરમ તવા પર બનાવેલ લચ્છા પરાઠા ઘી લગાવી ને રાખવું. બીજી બાજુ ફેરવી ઉપર પુદીના હંગ કર્ડ અને ગાર્લિક હંગ કર્ડ લગાવું.

  8. 8

    તેના અડધા ભાગ ઉપર પનીર ટિક્કા રાખવા અને ઉપર સ્લાઈસ કાંદા અને ફ્રેન્કી મસાલા છાંટવો. અને વાળી ને બંધ કરી ફેરવી ને શેકી લેવું.

  9. 9

    તો તૈયાર છે આપણા પનીર ટિક્કા પરાઠા વેર્પ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vrunda Shashi Mavadiya
પર
Vadodara

ટિપ્પણીઓ

Similar Recipes