પનીર ટિક્કા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)

Kiran Jataniya
Kiran Jataniya @kiran_jataniya
જામનગર

#trend2
#week2
#cookpadindia
આજે મે બનાવ્યું ઢાબા સ્ટાઈલ પનીર ટિક્કા મસાલા.આ પંજાબી શાક જોઈને જ મોઢામાં પાણી આવી જાશે.આ પનીર ટિક્કા મસાલા સ્વાદ માં બહુજ ટેસ્ટી લાગે છે.

પનીર ટિક્કા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)

#trend2
#week2
#cookpadindia
આજે મે બનાવ્યું ઢાબા સ્ટાઈલ પનીર ટિક્કા મસાલા.આ પંજાબી શાક જોઈને જ મોઢામાં પાણી આવી જાશે.આ પનીર ટિક્કા મસાલા સ્વાદ માં બહુજ ટેસ્ટી લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૩-૪ વ્યક્તિ
  1. શેલો ફ્રાય માટે ;
  2. ૧૦૦ ગ્રામ પનીર
  3. ૨ નંગડુંગળી
  4. ૧ નંગનાનું કેપ્સીકમ
  5. ૧ કપદહીં
  6. ૩ ચમચીતેલ
  7. ૧ ચમચીમરચું પાઉડર
  8. ૧ ચમચીપંજાબી મસાલો
  9. ૧/૨ ચમચીધાણજીરૂ
  10. ૧/૪ ચમચીહળદર
  11. ૧/૪ ચમચીગરમ મસાલો
  12. સ્વાદ અનુસારમીઠું
  13. ગ્રેવી માટે ;
  14. ૩ નંગડુંગળી
  15. ૩ નંગટામેટા
  16. ૮-૧૦ કળી લસણ
  17. ૧ ટુકડોઆદુ
  18. સૂકા મરચાં
  19. તમાલ પત્ર
  20. ૨ ટુકડાતજ
  21. ૩-૪ લવીંગ
  22. ઇલાયચી
  23. ૨ ચમચીમરચું પાઉડર
  24. ૨ ચમચીધણાજીરૂ
  25. ૩ ચમચીપંજાબી મસાલો
  26. ૧/૨ ચમચીહળદર
  27. ૧ ચમચીગરમ મસાલો
  28. ૧/૨ ચમચીજીરૂ
  29. ચપટીહિંગ
  30. સ્વાદ અનુસારમીઠું
  31. ૧/૨ ચમચીખાંડ
  32. ક્યૂબ ચીઝ
  33. જરૂર મુજબ કોથમીર
  34. ૪ ચમચીતેલ
  35. ૧ ચમચીધી

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક બાઉલ માં દહીં લેવાનું.આ દહીં ઘટ્ટ અને મોરુ લેવાનું છે. ખાટું નો હોવું જોઈએ.ત્યારબાદ આ દહીં માં બધા મસાલા જે ઉપર શેલો ફ્રાય માં આપેલા છે તે એડ કરી દો.ત્યારબાદ તેમાં એક ચમચી તેલ એડ કરી મિક્સ કરી લો.

  2. 2

    ત્યારબાદ પનીરના ટુકડા કરી લો.ડુંગળી અને કેપ્સીકમ ના પણ પનીર ના ટુકડા ની સાઈઝ ના જ ટુકડા કરી લો.આ બધા ને મસાલા દહીં માં મિકસ કરી લો.

  3. 3

    ત્યારબાદ સરસ હલાવી તેને કવર કરી ૩૦ મિનિટ ફ્રીજ માં રાખી દો. ત્યારબાદ તેને બહાર કાઢી ૧૦ મિનિટ રેહવાં દો. અને પછી તેને ફરી સરસ મિકસ કરી લો. જેથી બધા મસાલા સરસ ચડી જાય.

  4. 4

    ત્યારબાદ એક કડાઈ મા ૩ચમચી તેલ ગરમ મૂકો.થઈ જાય એટલે આ પનીર ને બધું તેમાં એડ કરી ધીમી આચ પર શેલો ફ્રાય કરી લો.

  5. 5

    ત્યારબાદ ગ્રેવી રેડી કરવા માટે આદુ લસણ ની પેસ્ટ બનાવી લો.ત્યારબાદ ડુંગળી ને ચૉપર વડે અથવા સાવ જીની સુધારી લો.અને ટામેટા ની ગ્રેવી કરી લો.

  6. 6

    ત્યારબાદ એક કડાઈ મા તેલ અને ધી ગરમ મૂકો.તેલ થઈ જાય એટલે તેમાં સૂકા મરચા, ચાર તમાલ પત્ર, તજ લવિંગ, ઇલાયચી અને જીરૂ એડ કરી લો. જીરૂ લાલ થઈ જાય એટલે હિંગ નાખી તરત જ આદુ લસણ ની પેસ્ટ અને ડુંગળી એડ કરી લો. ત્યારબાદ ડુંગળી નો કલર બદલાય જાય એટલે તેમાં ગરમ મસાલા સિવાય ના બધા મસાલા એડ કરી દો. બરાબર મિક્સ કરી ટામેટાં ની ગ્રેવી એડ કરી લો.

  7. 7

    ત્યારબાદ તેમાં અડધો કપ પાણી એડ કરી આ ગ્રેવી ને ઢાંકણ ઢાંકી ૫ થી ૭ મિનિટ ઢાંકી ને ચડવા દો. તેલ છૂટું પડી જાય અને ગ્રેવી સરસ ચડી જાય એટલે તેમાં શેલો ફ્રાય કરેલા પનીર ને એડ કરી લો.

  8. 8

    ત્યારબાદ તેમાં એક ટુકડો પનીર અને ચીઝ ને ખમણી તેમાં એડ કરી લો. પછી ગરમ મસાલો નાખી સરસ મિક્સ કરી ઉતારી લો. અને કોથમીર છાંટી દો.

  9. 9

    આ તૈયાર છે મસ્ત મજાનું પનીર ટિક્કા મસાલા.આ પંજાબી શાક નાન તદુરી કે પરાઠા સાથે ટેસ્ટી લાગે છે.આ શાક ને કોથમીર અને ચીઝ ના ખમણ વડે ગાર્નિશ કરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kiran Jataniya
Kiran Jataniya @kiran_jataniya
પર
જામનગર

Similar Recipes