દલિયા ની ખીચડી(Daliya ni khichdi recipe in gujarati)

Shraddha Patel
Shraddha Patel @cookwithshraddha

#GA4
#Week7
#Khichdi
#Tomato
દલિયા એક પૌષ્ટિક વસ્તુ છે જેથી તેનો ઉપયોગ કરીને કોઈ પણ ડિશ બનાવીએ તો એ ખૂબ જ પૌષ્ટિક બને. અહીં દલિયા ની ખીચડી બનાવી છે જેને બનાવવી સરળ છે અને ઝડપ થી અને ઓછી સામગ્રી માંથી બની જશે. આ ખીચડી પૌષ્ટિક ની સાથે સ્વાદિષ્ટ પણ લાગશે.

દલિયા ની ખીચડી(Daliya ni khichdi recipe in gujarati)

#GA4
#Week7
#Khichdi
#Tomato
દલિયા એક પૌષ્ટિક વસ્તુ છે જેથી તેનો ઉપયોગ કરીને કોઈ પણ ડિશ બનાવીએ તો એ ખૂબ જ પૌષ્ટિક બને. અહીં દલિયા ની ખીચડી બનાવી છે જેને બનાવવી સરળ છે અને ઝડપ થી અને ઓછી સામગ્રી માંથી બની જશે. આ ખીચડી પૌષ્ટિક ની સાથે સ્વાદિષ્ટ પણ લાગશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
2 લોકો
  1. 1/2 કપદલિયા
  2. 1/4 કપમગ ની દાળ
  3. 2 ગ્લાસપાણી
  4. 1 ટેબલસ્પૂનઘી
  5. 1/4 ટીસ્પૂનરાઈ
  6. 1/4 ટીસ્પૂનજીરુ
  7. ચપટીહિંગ
  8. 1તમાલપત્ર
  9. સ્વાદ પ્રમાણેમીઠું
  10. 1/4 ટીસ્પૂનહળદર
  11. 1 ટીસ્પૂનલાલ મરચુ પાઉડર
  12. 1 ટીસ્પૂનધાણાજીરું
  13. 2 ટેબલસ્પૂનસમારેલ બટેટા
  14. 2 ટેબલસ્પૂનસમારેલ ટામેટા
  15. 2 ટેબલસ્પૂનસમારેલ ડુંગળી
  16. 2 ટેબલસ્પૂનબારીક સમારેલી કોથમીર

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક વાસણ માં મગ ની દાળ અને દલિયા મિક્સ કરી લો. હવે 2-3 વાર પાણી થી ધોઈ લો.

  2. 2

    હવે કુકર માં ઘી ઉમેરી ને ગરમ કરવા મૂકો. ત્યારબાદ રાઈ, જીરું, હિંગ અને તમાલપત્ર ઉમેરો.

  3. 3

    હવે સમારેલ ડુંગળી, બટેટા અને ટામેટા ઉમેરી લો. ત્યારબાદ મીઠું, હળદર, લાલ મરચુ પાઉડર અને ધાણાજીરૂ ઉમેરી લો. બધું બરાબર મિક્સ કરી લો અને 2 મિનિટ ચડવા દો.

  4. 4

    હવે ધોયેલા દલિયા અને મગ ની દાળ ઉમેરી ને મિક્સ કરી લો. 2 મિનિટ સુધી સાંતળો. ત્યારબાદ 2 ગ્લાસ પાણી ઉમેરી ને મિક્સ કરી ઢાંકણ લગાવી ને 10-12 મિનિટ ચડવા દો.

  5. 5

    પૌષ્ટિક અને સ્વાદિષ્ટ દલિયા ની ખીચડી તૈયાર છે. કોથમીર ભભરાવી ને ગરમ ગરમ પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shraddha Patel
Shraddha Patel @cookwithshraddha
પર

Similar Recipes