વેજીટેબલ ફાડા ખીચડી (Vegetable Fada Khichdi Recipe In Gujarati)

Bhavini Kotak
Bhavini Kotak @cook_25887457

#LCM2
#MBR5
ખીચડી એક ખુબ જ પોષટીક આહાર છે અલગઅલગ પ્રકારે બનતી હોય છે.ફાડા ખીચડી મે પ્રથમ વખત જ બનાવી.
આ ખીચડી મે સરોજબેન શાહ ની રેસિપી ફોલો કરી બનાવી ખુબ જ સ્વાદિષ્ટ બની છે.

વેજીટેબલ ફાડા ખીચડી (Vegetable Fada Khichdi Recipe In Gujarati)

#LCM2
#MBR5
ખીચડી એક ખુબ જ પોષટીક આહાર છે અલગઅલગ પ્રકારે બનતી હોય છે.ફાડા ખીચડી મે પ્રથમ વખત જ બનાવી.
આ ખીચડી મે સરોજબેન શાહ ની રેસિપી ફોલો કરી બનાવી ખુબ જ સ્વાદિષ્ટ બની છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15-20 મિનિટ
1 સર્વિંગ
  1. 1/4 કપઘઉં ના ફાડા અને મગ ની ફોતરા વાળી દાળ (બન્ને સરખા ભાગે લેવા)
  2. 1/3 કપવેજીટેબલ (ફ્લાવર, વટાણા,ગાજર)
  3. 1 નંગનાની સાઈઝ ની ડુંગળી ઝીણી સમારેલ
  4. 1 નંગનાનુ લીલુ મરચુ ઝીણુ સમારેલ
  5. મીઠું સ્વાદ મુજબ
  6. 1 ટીસ્પૂનધાણાજીરુ
  7. 11/2 ટીસ્પૂનલાલ મરચુ પાઉડર
  8. 1/2 ટી સ્પૂનગરમ મસાલો
  9. 1/4 ટીસ્પૂનહળદર
  10. વધાર માટે:
  11. 1 ટેબલ સ્પૂનતેલ
  12. 1/4 ટી સ્પૂનજીરુ
  13. 1 નંગતજ,લવીંગ
  14. 1નાનો ટુકડો તમાલપત્ર
  15. 1 નંગસુકુ લાલ મરચુ
  16. કોથમીર જરુર મુજબ

રાંધવાની સૂચનાઓ

15-20 મિનિટ
  1. 1

    ફાડા અને દાળ ને કુકર ના વાસણ મા લઈ 1/2 કલાક પલાળી દો. દાળ અને ફાડા નુ ડબલ પાણી ઉમેરી પલાળવા.

  2. 2

    બધા વેજીટેબલ ને ધોઈને સમારી લો વધાર ની તૈયારી કરી લો.

  3. 3

    કઢાઈ મા તેલ લઈ તેલ થાય એટલે વઘાર ની સામગ્રી ઉમેરી ડુંગળી અને લીલુ મરચુ નાખી સાંતળો.

  4. 4

    બધા વેજીટેબલ ઉમેરી સાંતળો બધા મસાલા એડ કરી મિક્સ કરી પલાળેલ દાળ- ફાડા મા ઉમેરી મિક્સ કરી કુકર મા મુકી એક સીટી વગાડી દશ મીનીટ ધીમા ગેસ ખીચડી બનાવી લો.

  5. 5

    ગેસ બંધ કરી કુકર ને 1/2 કલાક સીજવા દો.અડધા કલાક પછી ખીચડી ને સર્વીગ પ્લેટ મા લઈ કોથમીર છાંટી bસર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhavini Kotak
Bhavini Kotak @cook_25887457
પર

ટિપ્પણીઓ

Similar Recipes