મેક્સિકન પરાઠા સેન્ડવિચ (Mexican Paratha Sandwich Recipe in Gujarati)

Hema Kamdar
Hema Kamdar @Hema
Mumbai

#NSD
#cookpadindia
આપડે બ્રેડ ની સેન્ડવિચ તો બહુ ખાધી છે.આજે આપડે હેલ્થી અને ટેસ્ટી પરાઠા સેન્ડવિચ બનાવીશું.e જોઇ ને કોઈ કહેશે નહિ k આ બ્રેડ ની નથી.તો ચાલો બનાવીએ.

મેક્સિકન પરાઠા સેન્ડવિચ (Mexican Paratha Sandwich Recipe in Gujarati)

#NSD
#cookpadindia
આપડે બ્રેડ ની સેન્ડવિચ તો બહુ ખાધી છે.આજે આપડે હેલ્થી અને ટેસ્ટી પરાઠા સેન્ડવિચ બનાવીશું.e જોઇ ને કોઈ કહેશે નહિ k આ બ્રેડ ની નથી.તો ચાલો બનાવીએ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. પડ બનવા માટે:
  2. ૧ કપઘઉં નો લોટ
  3. ચમચા મકાઈ નો લોટ
  4. ચમચા રવો
  5. ૧ ચમચીઓરેગાનો
  6. ૧ ચમચીચીલી ફ્લેક્સ
  7. 1/2 ચમચીમરી પાઉડર
  8. મીઠું સ્વાદાનુસાર
  9. મોન માટે ૧ચમચી તેલ
  10. સ્ટફિંગ માટે:
  11. ૨ કપજીની સમારેલી કોબી, કેપ્સિકમ,ગાજર,ટામેટા
  12. ચમચા બાફેલી પીળી મકાઈ
  13. બ્રેડ નો ભૂકો જોઈએ તે પ્રમાણે
  14. ૧ચમચી ચીલી સોસ
  15. ૧ ચમચીમયોનીસ
  16. ૧ચમચી લાલ મરચું પાઉડર
  17. થોડી કોથમીર
  18. મીઠું સ્વાદાનુસાર
  19. ઉપર થી ભભરાવવા માટે:
  20. ૧ કપબારીક સમારેલા ટામેટા, કેપ્સિકમ,બાફેલી મકાઈ
  21. પેરીપેરી મસાલો
  22. ખમણેલું ચીઝ
  23. ગ્રિલ કરવા માટે ઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પડ નો લોટ બાંધવા માટે:. બધા લોટ અને મસાલો અને તેલ મિક્સ કરી પરાઠા જેવો લોટ બાંધવો.થોડો સમય રેસ્ટ કરવા દો પછી ગોળા વાળી લો.

  2. 2

    સ્ટફિંગ માટે:. ૧ પાન માં તેલ લો તેમાં બધા શાક સાતડો,પછી બધા મસાલા, સોસ,બ્રેડ નો ભૂકો,મીઠું નાખી સાતડો. ઉપરથી કોથમીર એડ કરી દો. આપડું સ્ટફિંગ તૈયાર છે.બ્રેડ નો ભૂકો નાખવાથી પાણી નહિ છુંટે.પાણી દેખાય કે ઢીલું લાગે તો થોડો બ્રેડ નો ભૂકો હજી એડ કરી દેવો.

  3. 3
  4. 4

    અસેમ્બ્લિંગ: એક લુઓ લઈ ગોળ અથવા ચોરસ વની લો.વચ્ચે સ્ટફિંગ ચોરસ આકાર માં ગોઠવી,તેના પર ટામેટા મકાઈ અને કેપ્સીકમ ભભરાવી,તેના પર પેરિપેરી મસાલો છાંટો.તેનાપર ખમણેલું ચીઝ ભભરાવો.પછી ચારે બાજુ થી બંધ કરી દો અને સેન્ડવિચ જે વો આકાર આપી દો. તેની બંને બાજુ ઘી થી ગ્રીસ કરી ને સ્લો ગેસ પર ગ્રિલ કરી લો.અને ક્રિસ્પી થવા દો. તો તૈયાર છે. Healthy mouthwatering crispy મેક્સિકન પરાઠા ગ્રિલ સેન્ડવિચ. કેચઅપ અને ગ્રીન ચટણી સાથે સર્વ કરો.

  5. 5
  6. 6
  7. 7
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hema Kamdar
પર
Mumbai
FOOD is the ingredient , that binds us TOGETHER.Ever ready to learn and create innovative recipes.
વધુ વાંચો

ટિપ્પણીઓ (52)

Similar Recipes